‘મનોદયમ’ એપ અવાજ સાંભળીને કહી દેશે કે આપ ડિપ્રેસનમાં, ટેન્શનમાં છો

‘મનોદયમ’ એપ અવાજ સાંભળીને કહી દેશે કે આપ ડિપ્રેસનમાં, ટેન્શનમાં છો
‘મનોદયમ’ એપ અવાજ સાંભળીને કહી દેશે કે આપ ડિપ્રેસનમાં, ટેન્શનમાં છો

હવે આર્ટિફિશીકલ ઈન્ટેલીજન્સ- એઆઈ આધારિત એપ 20 સેકન્ડમાં અવાજ સાંભળીને બતાવી દેશે કે આપ ડિપ્રેસન કે ચિંતામાં છો કે નહીં. પીજીઆઈ સ્થિત મેડટેક સેન્ટર ઓફ એકિસલેન્સમાં વિકસીત આ એપનું નામ મનોદયમ છે.

15 વર્ષથી વધુ વયના છાત્ર-છાત્રાઓ બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરનારા યુવાન અને 80 વર્ષ સુધીના બુઝુર્ગોના ચાર હજાર નમુનાનું આઈઆઈટી કાનપુરની લેબમાં પરિક્ષણ કરવામાં આવ્યુ હતું. તેમાં એમ્સ દિલ્હીના મનોચીકીત્સકની મદદ પણ લેવાઈ હતી. એઆઈના માધ્યમથી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કુલ નમુનામાંથી 80 ટકાના પરિણામ ચોકકસ મળ્યા છે.

આ એપ પીજીઆઈ સ્થિત મેડટેક સેન્ટર ઓફ એકિસલેન્સના સ્ટાર્ટઅપ મનોદયમના એમડી એન્જીનીયર સંજય ભારદ્વાજે બનાવી છે. આ એપ પર 15થી20 સેક્ધડની અવાજમાં નમુના પરથી ડિપ્રેસન અને ચિતાના સ્તરનો પતો મળી જશે. હાલ મનોચીકીત્સક બાળકો અને મોટેરાઓ પાસેથી ખાસ પ્રકારના સવાલ-જવાબથી તેમના હાવ-ભાવ અને ગતિવિધિઓની જાણકારી મેળવીને તેમાં ડિપ્રેસનની માહિતી મેળવે છે પણ હવે આ એપની મદદથી આમ કરવું ખૂબ જ સરળ થઈ જશે.

સંજય ભારદ્વાજે જણાવ્યું હતું કે, એપનું લોન્ચીંગ મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ પાસે કરાવવાની તૈયારી છે. એપનો ઉપયોગ પાયલોટ પ્રોજેકટ તરીકે સામાન્ય બાળકો અને મોટેરાઓ માટે કરવાનું સૂચન કરશું.

ડિપ્રેસનના 80 ટકા અને ચિંતાના 76 ટકા નમૂના ખરા: સંજય ભારદ્વાજે જણાવ્યું હતું કે, અવાજના નમુનાના વિશ્લેષણમાં ડિપ્રેસનના 80 ટકા અને ચિંતાના 76 ટકા નમુના સચ્ચાઈ બહાર આવી હતી.

મેડટેક સેન્ટર ઓફ એકિસલેન્સ સીઓઈના ચીફ ઓપરેટીંગ ઓફિસર શ્યામકુમારે જણાવ્યું હતું કે સેન્ટરમાં ઉપચાર અને રોગોની ઓળખના ઉપયોગી ઉપકરણ અને ડિવાઈસ બનાવવામાં આવી રહ્યા છે તેમાં ડિપ્રેસન અને ચિંતાની વિગતો મેળવતી એપ સામેલ છે.