મધ્ય એશિયાને તાલીબાનોથી ઉગારવા ભારત-રશિયા સંમત

મધ્ય એશિયાને તાલીબાનોથી ઉગારવા ભારત-રશિયા સંમત
મધ્ય એશિયાને તાલીબાનોથી ઉગારવા ભારત-રશિયા સંમત

લીબાનોની અસર ન પહોંચે એ માટે બે મહાસત્તાએ હાથ મિલાવ્યા

અફઘાનિસ્તાન પર તાલીબાનોનું વર્ચસ્વ સ્થપાઈ ગયા બાદ તેની પડોશના મધ્ય એશિયાનાં દેશોમાં તાલીબાનોની અસર પહોંચે નહીં તે માટે એ દેશોને ઉગારવા માટે ભારત અને રશિયાએ હાથ મિલાવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

તાલીબાની કાબુલનાં ઇસ્લામી કટરવાદ અને જેહાદનાં વિચારોથી મધ્ય એશિયાનાં દેશોને ઉગારવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ અને રશિયાનાં સુરક્ષા સલાહકાર નિકોલાઈ પાતરુંશેવ વચ્ચે સઘન ચર્ચા વિચારણા થઇ હતી.

આ બેઠકમાં બંને દેશોના ગુપ્તચર વિભાગનાં વડાઓ પણ હાજર રહ્યા હતા.

બંને દેશોને એવા સંકેત મળ્યા છે કે, મધ્ય એશિયામાં સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત ઇસ્લામી કટરવાદ ફેલાવવા માટે તુર્કી અને પાકિસ્તાન આદેશોમાં પગપેશારો કરવા પ્રયત્નશીલ છે.

મધ્ય એશિયાનાં પ્રજાસતાક દેશોમાં પણ મુખ્ય ધર્મ ઇસ્લામ છે પણ ત્યાં તાલીબાન જેવો કટરવાદ નથી. તાલીબાન શાસકો એમના શર્યા, કાયદા, પાડોશી દેશોમાં પણ ફેલાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

અલકાયદાની એક પાંખ અત્યારે ઉઝબેકીસ્તાનનાં ખૂબ જ ફળદ્રુપ ગણાતા ફરગાના પ્રાંતમાં સક્રિય છે.

ભારત અને રશિયા વચ્ચેની ખાસ બેઠકમાં નક્કી થયા મુજબ ઉઝબેકીસ્થાન, તુર્કમેનીસ્તાન સહિતનાં પડોશી દેશોમાં મોદી સરકાર વિપક્ષી સંબંધો વધુ દ્રઢ બનાવશે. તાજીકિસ્તાન સાથે તો પહેલેથી ભારતનાં મજબુત સંબંધો રહ્યા છે.

Read About Weather here

એ દેશો પણ ભારતની પહેલને આવકાર આપી રહ્યા છે અને સાનુકુળ પ્રતિસાદ આપી રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here