મગજ ટકાટક રાખવું હોય તો ટાઇપિંગ છોડીને લખવા લાગો

મગજ ટકાટક રાખવું હોય તો ટાઇપિંગ છોડીને લખવા લાગો
મગજ ટકાટક રાખવું હોય તો ટાઇપિંગ છોડીને લખવા લાગો

જ્‍યારથી કમ્‍પ્‍યુટર અને મોબાઇલ આવ્‍યાં છે ત્‍યારથી હાથેથી લખવાની આદત છૂટવા લાગી છે. આ વાત માત્ર દરેક વયના લોકોને લાગુ પડે છે. યાદશક્‍તિ સુધારવી હોય કે  શીખવાની ક્ષમતાની ધાર સતત કાઢવી હોય તો બ્રેઇન-બૉડીનું કૉ-ઑર્ડિનેશન કરતા ન્‍યુરૉન્‍સ ઍક્‍ટિવ રહે એ જરૂરી છે.

જ્‍યારથી ગૅજેટ્‍સ આપણા હાથમાં આવ્‍યાં છે ત્‍યારથી યાદશક્‍તિ ક્ષીણ થવાનું ઝડપી થઈ ગયું છે. ચુટકી બજાવતાંમાં અનેક કામો થઈ જાય છે પણ એને કારણે મગજની સતત કાર્યરત રહેવાની અને આપમેળે ધાર નીકળવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. કમ્‍પ્‍યુટર અને મોબાઇલ પર ટાઇપિંગની સુવિધાથી લખવાની સ્‍પીડ સારી વધી છે, પણ જો આ જ કામ હાથેથી કરવામાં આવે તો બીજા અનેક ફાયદા થાય છે. નૉર્વેની યુનિવર્સિટી ઑફ સાયન્‍સ ઍન્‍ડ ટેકનોલૉજીના અભ્‍યાસુઓનું કહેવું છે કે હાથેથી લખવાથી સ્‍પેલિંગની ચોકસાઈ અને લખેલું યાદ રાખવાની શકયતા વધે છે. કોવિડના સમયમાં વિદ્યાર્થીઓમાં પણ હાથેથી લખવાનું ઓછું થયું હતું ત્‍યારે દરેક વયના સ્‍ટુડન્‍ટ્‍સને લેખિત પરીક્ષામાં મુશ્‍કેલીઓ અનુભવાઈ હતી. આ વાત કંઈ એમ જ નથી કહેવાઈ. અભ્‍યાસકર્તાઓએ યુનિવર્સિટીના ૩૬ વિદ્યાર્થીઓ પર સઘન અભ્‍યાસ કર્યો હતો. ટાઇપિંગ થતું હોય ત્‍યારે અને હાથેથી લખાતું હોય એમ બન્ને વખતે તેમના મગજમાં કેવી ઍક્‍ટિવિટી થતી હતી એ બન્નેની નોંધ થઈ. આ નોંધ માટે તેમનો ઇલેક્‍ટ્રોએન્‍સેફેલોગ્રામ (EEG) કાઢવામાં આવ્‍યો. આ માટે મગજના વિવિધ ભાગોમાં વિદ્યુતવાહક સંવેદનાઓ પારખી શકે એવા ૨૫૬ સ્‍મૉસ સેન્‍સર્સ બહારથી લગાવવામાં આવ્‍યાં. જ્‍યારે ટાઇપ કરવામાં આવતું હતું ત્‍યારે બહુ લિમિટેડ ભાગોમાં બ્રેઇન કનેક્‍ટિવિટી સ્‍ટિમ્‍યુલેશન નોંધાયું હતું, જ્‍યારે હાથેથી લખવામાં આવતું હતું ત્‍યારે દરેક અક્ષર લખાય ત્‍યારે મગજના વિવિધ ભાગોમાં પાંચ સેકન્‍ડથી વધુ સમય માટે ઇલેક્‍ટ્રિકલ ઍક્‍ટિવિટી થતી હતી. મતલબ કે તેમના EEGમાં સારોએવો ચડાવઉતાર જોવા મળતો હતો. મગજ અને હૃદય એ બે એવા અવયવો છે જે જેટલા વપરાતા રહે એટલું એનું ફંક્‍શન સારું થાય. ફ્રન્‍ટિયર ઇન સાઇકોલૉજી નામની જર્નલમાં છપાયેલા અભ્‍યાસનો દાવો છે કે હૅન્‍ડરાઇટિંગ મગજને વધુ સતેજ, યંગ અને ઍક્‍ટિવ રાખે છે.