ભ્રામક હોઈ શકે છે પેકેજ્ડ ખાદ્ય પદાર્થોના લેબલ પર લખેલ દાવાઓ

ભ્રામક હોઈ શકે છે પેકેજ્ડ ખાદ્ય પદાર્થોના લેબલ પર લખેલ દાવાઓ
ભ્રામક હોઈ શકે છે પેકેજ્ડ ખાદ્ય પદાર્થોના લેબલ પર લખેલ દાવાઓ

પેકેજ્ડ ખાદ્ય પદાર્થો ના લેબલ પર લખેલ દાવાઓ ભ્રામક હોઈ શકે છે.  ખરીદતી વખતે, લેબલ પર લખેલી માહિતી ધ્યાનથી વાંચવી જોઈએ. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ આ ચેતવણી આપી છે.

ICMR મુજબ સુગર ફ્રી ખોરાક ચરબીથી ભરેલા હોઈ શકે છે, જ્યારે પેક્ડ જ્યુસમાં માત્ર 10 ટકા ફળોનો રસ હોઈ શકે છે. ICMRએ તાજેતરમાં જારી કરેલી માર્ગદર્શિકામાં જણાવ્યું હતું કે, પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પરના આરોગ્યના દાવાઓ ગ્રાહકોનું ધ્યાન ખેંચવા અને તેમને ખાતરી આપવા માટે બનાવવામાં આવ્યા છે કે તે ઉત્પાદન સ્વસ્થ છે. ICMR હેઠળ હૈદરાબાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન (NIN) દ્વારા જારી કરાયેલા ભારતીયો માટેના આહાર માર્ગદર્શિકામાં જણાવાયું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ખાદ્ય ઉત્પાદનો માટે કડક ધોરણો હોવા છતાં, લેબલ પર પ્રસ્તુત માહિતી ભ્રામક હોઈ શકે છે.

►ઉદાહરણ દ્વારા સમજાવ્યું

1. પેક્ડ જ્યુસમાં માત્ર 10 ટકા ઓરીજનલ ફળોનો રસ હોઈ શકે છે.
2. અનાજમાંથી બનાવેલ ઉત્પાદનનો અર્થ એ નથી કે તે સંપૂર્ણપણે અનાજમાંથી બનાવવામાં આવે છે.
3. ખાંડ-મુક્ત ઉત્પાદનો ઘણીવાર ઓછી કેલરીમાં માનવામાં આવે છે પરંતુ ચરબી વધારે હોઈ શકે છે.

►ફિટ રહેવા માટે દર થોડા કલાકો ચાલો

ICMRએ પણ લોકોને ફિટ રહેવાની સલાહ આપી છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ સતત બેસીને કામ કરે છે તો તેણે થોડા કલાકો પછી પાંચથી 10 મિનિટ ચાલવું જોઈએ. લિફ્ટને બદલે સીડીનો પણ ઉપયોગ કરી શકાય છે.