ભાવનગર રોડના ખુણા પર શકિત ટી સ્ટોલ અને ગમારા પાન દ્વારા ગંદકી કરવા બદલ સીલ કરી દેવાયા

ભાવનગર રોડના ખુણા પર શકિત ટી સ્ટોલ અને ગમારા પાન દ્વારા ગંદકી કરવા બદલ સીલ કરી દેવાયા
ભાવનગર રોડના ખુણા પર શકિત ટી સ્ટોલ અને ગમારા પાન દ્વારા ગંદકી કરવા બદલ સીલ કરી દેવાયા

શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાહેરમાં થૂંકતા અને કચરો ફેંકતા નાગરિકો સામે દંડનીય કાર્યવાહી ચાલુ છે ત્યારે આજે ભાવનગર રોડ પર આવેલ શકિત ટી સ્ટોલ અને ગમારા પાનને ન્યુસન્સ કરવા બદલ મનપા દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. 

શહેરમાં ભાવનગર રોડના ખુણા પર પટેલ પાન પાસેના શ્રી શક્તિ ટી સ્ટોલ અને ગમારા પાન દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે કચરો ફેંકાતો હોય નોટીસ આપી દંડ વસુલાયો હતો.

આ ઉપરાંત દુકાનના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપી હતી. છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા ગઇકાલે ફરી તપાસમાં દુકાન  આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી શ્રી શક્તિ ટી સ્ટોલ અને ગમારા પાન સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ – 1949ની કલમ – 376 એ હેઠળ સીલ કરી દેવામાં આવેલ છે. 

જાહેરમાં ગંદકી કરતા ધંધાર્થીઓ સામે આ રીતે સીલીંગ કાર્યવાહી ચાલતી હોય, સૌને સ્વચ્છતાના ધોરણોનું પાલન કરવા તાકીદ કરાઇ છે. કમિશ્નર આનંદ પટેલની સૂચનાથી પર્યાવરણ વિભાગની ટીમ આ ઝુંબેશ ચલાવી રહી છે.