ભારતીય પ્રવાસીઓ માટે બ્રિટન જવું બન્યું સરળ..!

ભારતીય પ્રવાસીઓ માટે બ્રિટન જવું બન્યું સરળ..!
ભારતીય પ્રવાસીઓ માટે બ્રિટન જવું બન્યું સરળ..!

ભારતથી આવતા જતાં પ્રવાસીઓ માટે નિયંત્રણો હળવા કરતું બ્રિટન, રેડ લીસ્ટમાંથી હટાવ્યું

બ્રિટનમાં વસતા બિનનિવાસી ભારતીયો માટે રાહત રૂપ નિર્ણય લઇને બ્રિટનની સરકારે ભારતીયો માટે પ્રવાસના નિયંત્રણો હળવા કર્યા છે અને ભારતનું નામ રેડ લીસ્ટમાંથી દુર કર્યુ છે.

વેક્સિનના બન્ને ડોઝ લઇ લેનાર ભારતીય પ્રવાસીઓ યુકે જાય તો હોટેલમાં 10 દિવસ હવે કવોરેન્ટાઇન નહીં રહેવું પડે. હવે ઘરે અથવા એમની પસંદગીના કોઇ પણ સ્થળે આવનાર પ્રવાસી કે રહેવાસી કવોરેન્ટાઇન થઇ શકશે. તદઉપરાંત પાંચ દિવસના કવોરન્ટાઇન બાદ ફરી ટેસ્ટ કરાવીને બહાર આવી શકશે એવું આજે બ્રિટનની સરકારે જાહેર કર્યુ છે.

ભારતીય પ્રવાસીઓ માટે બ્રિટન જવું બન્યું સરળ..! પ્રવાસી

18 વર્ષથી નીચેની વયના જે લોકોએ વેક્સિનના પુરેપુરા ડોઝ લઇ લીધા છે અને યુકેમાં વસે છે એમને પણ હોમકવોરેન્ટાઇનમાંથી મુકતી આપી દેવામાં આવી છે. ઉપરાંત યુકેમાં તમામ ડોઝ લઇ લેનાર વ્યકિત ઇનગ્લેન્ડ આવે અને ઇન્ગ્લેન્ડની રહેવાસી હોય તો કવોરન્ટાઇન થવાની જરૂર નહીં પડે.

ભારતીયો માટે નિયંત્રણોને હળવા કરી દેવાયા હોવાથી યુકેમાં વસતા હજારો ભારતીયો પરીવારોને અભ્યાસ માટે યુકે જતા વિદ્યાર્થીઓને વધારે ફાયદો થશે. રવિવારથી જ નવા આદેશો અમલી બની ગયા છે. ભારતને રેડ લીસ્ટમાંથી યલો લીસ્ટમાં લઇ લેવાયું છે.