બ્રેકિંગ ન્યુઝ 26 કેબિનેટ મંત્રીનાં રાજીનામાં…!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
દેશના શિક્ષણમંત્રી અને ગૃહના નેતા દિનેશ ગુણવર્ધને કહ્યું હતું કે ‘કેબિનેટ મંત્રીઓએ શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેને તેમનાં રાજીનામાં આપ્યા છે. ઇમર્જન્સી વચ્ચે શ્રીલંકામાં રાજકીય ઊથલપાથલ વધુ તીવ્ર બની છે. રવિવારે મોડી રાત્રે દેશની આખી કેબિનેટે તાત્કાલિક રાજીનામું આપી દીધું છે.’ જોકે તેમણે કેબિનેટનાં આ સામૂહિક રાજીનામાંનું કોઈ કારણ આપ્યું નથી. શ્રીલંકન PMના પુત્ર નમલ રાજપક્ષેએ પણ પોતાના તમામ વિભાગોમાંથી રાજીનામાં આપી દીધાં છે.આ પહેલાં રવિવારે રાજધાની કોલંબોમાં સરકારનો વિરોધ કરવા બદલ 650થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ લોકો આર્થિક સંકટના વિરોધમાં કર્ફ્યૂ તોડીને સરકાર વિરુદ્ધ આંદોલનો કરી રહ્યા હતા. તે જ સમયે, શ્રીલંકામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ત્યાર બાદ રવિવારે દેશમાં ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સેવાઓ આઉટ ઓફ સર્વિસ થઈ ગઈ છે. ઈન્ટરનેટ મોનિટરિંગ ઓર્ગેનાઈઝેશન નેટબ્લોકસે આ જાણકારી આપી છે. બીજી તરફ રાજધાની કોલંબોમાં દરેક ખૂણે સેના અને પોલીસના જવાનો સુરક્ષા કરી રહ્યા છે, જેથી વાતાવરણ બગડે નહીં.આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની મદદ માટે ભારત આગળ આવ્યું છે.

ભારતે ઈંધણ સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાની મદદ માટે એક ઓઈલ ટેન્કર મોકલ્યું હતું, જે શનિવારે શ્રીલંકા પહોંચ્યું હતું. આનાથી ઇંધણની કટોકટી સામે ઝઝૂમી રહેલા લોકોને રાહત મળવાની આશા છે.બીજી બાજુ, ભારતે શ્રીલંકાને ચોખા મોકલવાની શરૂઆત કરી છે. અહીં 40 હજાર ટન ચોખા મોકલવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ સાથે એવું માનવામાં આવે છે કે મુખ્ય તહેવાર અગાઉ ચોખાનો જથ્થો શ્રીલંકા પહોંચી જશે. ભારત વર્ષ 2022માં શ્રીલંકાને ઓછામાં ઓછા 3 લાખ ટન ચોખા મોકલશે.

Read About Weather here

એને લીધે શ્રીલંકામાં પુરવઠો વધશે અને કિંમતોમાં ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ સમગ્ર દેશમાં સુરક્ષા વધારવામાં આવી છે. શનિવારે રાજધાની કોલંબોમાં સેનાની દેખરેખ હેઠળ દુકાનો ખોલવામાં આવી હતી, જેથી લોકો તેમની આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી કરી શકે.શ્રીલંકામાં ગંભીર બનતી આર્થિક સમસ્યા વચ્ચે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ શુક્રવારે ઈમર્જન્સીની જાહેરાત કરી હતી. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે દેશની સુરક્ષા તથા આવશ્યક સેવાઓના પુરવઠાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here