બોલબાલા ટ્રસ્ટ દ્વારા વડીલો માટે ઉજજૈનનગરી યાત્રા પ્રવાસનું આયોજન

બોલબાલા ટ્રસ્ટ દ્વારા વડીલો માટે ઉજજૈનનગરી યાત્રા પ્રવાસનું આયોજન
બોલબાલા ટ્રસ્ટ દ્વારા વડીલો માટે ઉજજૈનનગરી યાત્રા પ્રવાસનું આયોજન

શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ માનવીય અને સેવાકીય પ્રવૃતિ કરી માત્ર સૌરાષ્ટ્ર જ નહિ ગુજરાતભરમાં પોતાનું સ્થાન મોખરે ધરાવે છે. આ સંસ્થા દ્વારા અન્નક્ષેત્ર, મેડીકલ ક્ષેત્ર, જીવદયા, સ્વાવલંબન, જેવા પ્રોજેકટોની સાથોસાથ  વડીલોને લગતી પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી છે. 
વડીલોને આગામી ભાદરવા માસમાં (પિતૃ માસ) મહાકાલની નગરી ઉજજૈનમાં યાત્રા પ્રવાસ કરવામાં આવશે.  તા.12/9 થી ર0/9 સુધી ઉજજૈન યાત્રા સાથે સ્થાનિક તેમજ આજુબાજુના દાર્શનિક સ્થળોએ પ્રવાસ કરવાનું આયોજન કરેલ છે. 

ઉજજૈન મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, મમલેશ્વર જેવા મોટા-3 જયોતિર્લિંગ સાથે ગઢકાલિકા માતા મંદિર, કાલ ભૈરવ મંદિર, મંગળનાથ મહાદેવ મંદિર, સાંદિપની આશ્રમ, હરસિધ્ધિ માતાજી મંદિર, શનિદેવ મંદિર, મન્દસોર-પશુપતિનાથ મંદિર, ઇન્દોર-ખજરાજા (બડા) ગણપતિ મંદિર, નલખેડા-બગલામુખી માતાજી મંદિર, નાગદા-બિરદા મંદિર, દેવાંશ  શકિતપીઠ, ચામુંડા ટેકરી, તુલજા ભવાની મંદિર, રોપવે, શ્રીપા નદી, રામઘાટ, રેવા નદી, બોટીંગ સહિતનાં અનેક સ્થળોએ દર્શન સાથે પ્રવાસ કરી ભાદરવા માસમાં પુણ્યનું ભાથુ ભરવાનો અમુલ્ય અવસર સંસ્થા દ્વારા પ્રાપ્ત થવા જઇ રહ્યો છે. 

આ યાત્રા માટે નામ નોંધણી શરૂ વ્યાજબી ફીમાં રહેવું-જમવું અને રેલ્વે ટીકીટ સાથે વડીલોની ખુશી નિવૃતિમાં પ્રવૃત રાખવાની તેમજ વડીલોની સેવા કરવાના શુભ આશયથી આ કાર્ય થઇ રહ્યું છે. એવું ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાય આ યાદીમાં જણાવે છે. 

આગામી તા. 14/4 રવિવારના રોજ બપોરે 3 થી 7 સુધી રાષ્ટ્રીય શાળા ખાતે વડીલો માટે સંગીત સંધ્યાનું આયોજન અલ્પેશ ડોડીયાની ટીમ સાથે બોલબાલા ટ્રસ્ટે આયોજન કરેલ છે. યાત્રા બુકીંગ માટે બોલબાલા સેવા સંકુલ 3, મીલપરા મેઇન રોડ, રાજકોટ ખાતે સંપર્ક સાધવો.