બેરોજગાર એન્જિનિયરે 36 સાઈકલ ચોરી

1400 જિલેટિન સ્ટિકની ચોરી
1400 જિલેટિન સ્ટિકની ચોરી

રાજકોટ: અમદાવાદની ચોંકાવનારી ઘટના અંગે મળતી વિગતો મુજબ અનમોલ નામના એન્જિનિયરની કોરોનામાં નોકરી છૂટી ગઈ હતી. આટલું ઓછું હોય તેમ તેના પિતાનું પણ અવસાન થતાં એન્જિનિયર અનમોલ ઉપર પરિવારની જવાબદારી આવી પડી હતી જેથી તેણે સાઈકલ ચોરી કરવાનું શરૂ કર્યું હતું. અનમોલ પાસેથી મળી આવેલી મોટાભાગની સાઈકલોની કિંમત 20 હજારથી વધુની હોવાનું પોલીસે જણાવ્યું છે. એન્જિનિયર અનમોલ આ સાઈકલને ચોરીને આર્મી કેન્ટોન્ટમેન્ટ વિસ્તારમાં વેચી નાખતો હોવાનું જાણવા મળી રહ્યું છે. એન્જિનિયર ચોરાઉ સાઈકલને વેચતી વખતે તે એવું કહેતો હતો કે તેની પાસે સાઈકલનું ગોડાઉન હોવાને કારણે તેને સસ્તા ભાવે સાઈકલ મળી રહી છે અને એટલા માટે જ તે ઓછી કિંમતે સાઈકલનું વેચાણ કરી રહ્યો છે.

કોરોનાકાળમાં ધંધા-નોકરી ગુમાવનાર અનેક લોકો ચોરીના રવાડે ચડી ગયાનું એક નહીં અનેક વખત સામે આવી ચૂક્યું છે. દરમિયાન એક બેરોજગાર એન્જિનિયરે એક-બે નહીં બલ્કે 36 સાઈકલની ચોરીને અંજામ આપ્યા બાદ પોલીસના હાથે લાગી ગયો છે. આ સાઈકલ ચોર 20 હજારની સાઈકલને 7 હજારમાં વેચી નાખતો હતો. પોલીસે તેની પાસેથ 36 ચોરાઉ સાઈકલ કબજે કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી મોંઘીદાટ સાઈકલોની ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી પોલીસ માટે પણ સાઈકલ ચોરને પકડવાનો મોટો પડકાર હતો. દરમિયાન ઝોન-7 એલસીબીએ બાતમીના આધારે અનમોલ દુગ્ગલની ધરપકડ કરી છે. આરોપી અનમોલ મુળ દિલ્હીનો છે અને ઉસમાનપુરા તેમજ સાબરમતિ વિસ્તારમાં તેનું ઘર આવેલું છે.