બેચેની, થાક અને આપઘાતના વિચારો માટે હાઈ સુગર લેવલ જવાબદાર?

બેચેની, થાક અને આપઘાતના વિચારો માટે હાઈ સુગર લેવલ જવાબદાર?
બેચેની, થાક અને આપઘાતના વિચારો માટે હાઈ સુગર લેવલ જવાબદાર?

કલ્યાણપુરના એક 45 વર્ષીય વ્યક્તિને હંમેશા થાકની સાથે સાથે આત્મહત્યાના વિચારો આવતા હતા, તેણે તપાસ કરાવી તો તેનું સુગર લેવલ 300ને પાર આવ્યું હતું. તેને હાઈ સુગર હોવાની જાણકારી પણ નહોતી તે લક્ષણો સામે પણ આંખ આડા કાન કરતા હતા.

આ જ રીતે સિવિલ લાઈન્સની 54 વર્ષની મહિલાના મનમાં લાંબા સમયથી નકારાત્મક વિચારો આવતા હતા. એકલાપણુ, ભુખ ન લાગવી, ચીડીયાપણું જેવી ફરિયાદો થવા લાગી. તેની ફરિયાદો માટે તેનું સુગર લેવલ 450ને કારણ માનવામાં આવ્યું હતું. આ બન્ને કેસ કાનપુરના ગણેશ શંકર વિદ્યાર્થી મેડીકલ કોલેજના મેડીસીન વિભાગ દ્વારા કરાયેલ અધ્યયન સાથે જોડાયેલા છે.

પ્રો. ડો. એસ.કે.ગૌતમની દેખરેખમાં 2 વર્ષ સુધી 350 દર્દીઓ પર થયેલા સંશોધનનું નિષ્કર્ષ રહ્યું હતું કે, બેકાબુ સુગર મનમાં નકારાત્મક અને ખરાબ વિચારો પણ લાવે છે.

દિનચર્યામાં ફેરફારથી બહેતર પરિણામ: ડો. ગૌતમ અનુસાર અધ્યયન દરમિયાન દવાના ડોઝ અને દિનચર્યામાં ફેરફારથી દર્દીઓમાં સકારાત્મક પરિણામ બહાર આવ્યું. દવા બદલવા કે ઓછી-વતી કરવા સાથે નિયંત્રીત દીનચર્યાના કારણે સ્ટ્રેસમાં 91, એન્ઝાવટીમાં 88 અને ડિપ્રેસનમાં 94 ટકા દર્દીઓમાં સુધારો થયો હતો.