બાઈડનના સર્જન-જનરલ તરીકે ભારતીય-અમેરિકન ડો. વિવેક મૂર્તિ

Dr.Murthy-Biden Gov-બાઈડન
Dr.Murthy-Biden Gov-બાઈડન

Subscribe Saurashtra Kranti here

કોરોનાવાઈરસ રોગચાળા વચ્ચે પ્રમુખના સ્વાસ્થ્યની સંભાળ રાખવાની ટોચના જાહેર આરોગ્ય અધિકારીને જવાબદારી આપવાનો બાઈડન વહીવટીતંત્રનો માર્ગ મોકળો થયો

ભારતીય અમેરિકન ડોક્ટર વિવેક મૂર્તિને અમેરિકાના પ્રમુખ જૉ બાઈડનના સર્જન જનરલ તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને અમેરિકાની સંસદ (કોંગ્રેસ)ના ઉપલા ગૃહ  સેનેટ તરફથી ગઈ કાલે મંજૂરી આપવામાં આવી છે. આમ, કોરોનાવાઈરસ રોગચાળા વચ્ચે પ્રમુખના સ્વાસ્થ્યની સંભાળ રાખવાની ટોચના જાહેર આરોગ્ય અધિકારીને જવાબદારી આપવાનો બાઈડન વહીવટીતંત્રનો માર્ગ મોકળો થયો છે. બાઈડનના સર્જન જનરલ તરીકે ભારતીય અમેરિકન ડો. મૂર્તિને નિયુક્ત કરવાનો પ્રસ્તાવ સેનેટમાં ૫૭ વિરુદ્ધ ૪૩ મતોથી પસાર થયો હતો. ડો. મૂર્તિએ અગાઉ ઓબામા વહીવટીતંત્ર વખતે પણ સર્જન જનરલ તરીકે સેવા બજાવી હતી, પરંતુ ૨૦૧૭માં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એમને બરતરફ કર્યા હતા.

Read About Weather here

પબ્લિક હેલ્થ સર્વિસ કમિશન્ડ કોર્પ્સના ભૂતપૂર્વ વાઈસ-એડમિરલ ડો. વિવેક મૂર્તિએ પોતાને ફરીવાર સર્જન જનરલ તરીકે સેવા બજાવવાનો મોકો આપવા બદલ સેનેટનો ટ્વીટ કરીને આભાર માન્યો છે અને લખ્યું છે કે છેલ્લા એક વર્ષથી દેશ ઘણી યાતના ભોગવી રહૃાો છે અને હું આપણા દેશના જખમને રુઝવવામાં તેમજ આપણા દેશના બાળકો માટે વધારે સારા ભવિષ્યનું નિર્માણ કરવામાં મદદરૂપ થવા આપની સાથે કામ કરવા માટે ઉત્સૂક છું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here