બાઈકને ક્રેઇને ઠોકર લગાવતા બે પિતરાઈ ભાઈને ઈજા

બાઈકને ક્રેઇને ઠોકર લગાવતા બે પિતરાઈ ભાઈને ઈજા
બાઈકને ક્રેઇને ઠોકર લગાવતા બે પિતરાઈ ભાઈને ઈજા

મેંદરડા પાસે બાઈક અને ક્રેઇને ઠોકર લગાવતા રાજકોટ જતા ૨ પિતરાઈ ભાઈને ઈજા હોવાથી બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.  આ અકસ્‍માતની પ્રાપ્ત વિગતો એવી છે કે, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામના વતની અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા ઉદયભાઇ ગટુરભાઈ બારડ ઉ. વ. ૨૮ અને તેના કાકાનો દીકરો અલ્‍પેશભાઈ કાનાભાઈ બારડ પોતાના બાઈક ઉપર બેસીને તેમના ગામે કામકાજ પતાવીને રાજકોટ તરફ જતા હતા.

 રસ્‍તામાં મેંદરડા તાલુકાના માલણકા ગામ પાસે જીજે-૦૩-એચઇ-૭૩૩૦ નંબરની ક્રેઇન એક કાર ટોઇંગ કરીને પૂરઝડપે આવી રહી હતી. આ ક્રેઇનના ચાલકે બાઈકને હડફેટે લેતા બંને પિતરાઈ ભાઈઓને ઈજા થતાં ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા

મેંદરડા પોલીસે અકસ્‍માત અંગે ક્રેઇન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.