બાંધકામ સાઇટના પાંચમા માળેથી પટકાતા કડીયા કામ કરતા અશોક કુમારનું મોત

બાંધકામ સાઇટના પાંચમા માળેથી પટકાતા કડીયા કામ કરતા અશોક કુમારનું મોત
બાંધકામ સાઇટના પાંચમા માળેથી પટકાતા કડીયા કામ કરતા અશોક કુમારનું મોત

શહેરમાં બાંધકામ સાઇટના પાંચમા માળેથી પટકાતા કડીયા કામ કરતા અશોક કુમાર કુસવાદા(ઉ.વ.20)નું મોત થયું હતું .સ્પીડવેલ ગોલ્ડ સાઈટ પર આ બનાવ બન્યો હતો. મૃતકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. મૃતકના પરિચિત અને તેની સાથે કામ કરતા શિવકુમાર કુશવાદાએ જણાવ્યું કે, અશોકકુમાર બિલ્ડીંગના પાંચમા માળે બાલ્કનીના ભાગમાં એક જગ્યાએ લાદીનો ટુકડો ચોંટાડવાનો બાકી હતો ત્યાં લાદી લગાવતો હતો. ત્યારે જ અચાનક તેને ચક્કર આવ્યા કે અન્ય કોઈ કારણસર બેલેન્સ ગુમાવતા પાંચમા માળની ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો. 108ને જાણ કરાતા એમ્બ્યુલન્સના ઇએમટી ડોકટરે મૃત જાહેર કરેલ. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો. મૃતક મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને અપરણિત હતો. બે ભાઈ અને એક બેનમાં વચેટ હતો.