બહેરીન અને સિંગાપોર કરતાં પણ વિશાળ હિમખંડ ફરી પીગળવાનું વધતાં વિજ્ઞાનીઓની ચિંતા વધી

બહેરીન અને સિંગાપોર કરતાં પણ વિશાળ હિમખંડ ફરી પીગળવાનું વધતાં વિજ્ઞાનીઓની ચિંતા વધી
બહેરીન અને સિંગાપોર કરતાં પણ વિશાળ હિમખંડ ફરી પીગળવાનું વધતાં વિજ્ઞાનીઓની ચિંતા વધી

૧૯૮૬માં એન્ટાર્કટિકાના કાંઠેથી છુટો પડી ગયેલો વિશાળ બરફનો ટુકડો ઝડપથી આગળ વધી રહયો છે. આનું ઉદ્ગમસ્થાન ફિલંટર આઇસ સેલ્ફ હતું.  આ હિમખંડનો આકાર ૩૮૦૦ વર્ગ કિમી વિસ્તારમાં ફેલાયેલો છે. બહેરિન અને સિંગાપુરના ક્ષેત્રફળ કરતા પણ વધારે છે. એન્ટાર્કટિકાના કાંઠેથી દૂર થઇને ગતિ પકડતા ચિંતા અને ચર્ચાનો વિષય બન્યો છે. વૈજ્ઞાાનિકોએ આ વિશાળ હિમખંડનું સાંકેતિક નામ એ૨૩એ આપેલું છે. છેલ્લા ૩૦ વર્ષથી વેડેલ સી માં એક સ્થાયી હિમદ્વીપમાં અટકેલો હતો. 

આ હિમખંડના ૩૫૦ મીટર લાંબા નિચેના છેડાના લીધે પોતાની જગ્યા પર રહયો હતો. જેમ સમય પસાર થતો ગયો તેમ નિચેનો છેડો પીગળવા લાગ્યો હતો. વર્ષ ૨૦૨૦ આવવાની સાથે જ લોક થયેલો હિમખંડ આગળ વધે તેનો રસ્તો ખુલવા લાગ્યો હતો. હવા અને પાણીના પ્રચંડ વહેણ સામે શરુઆતમાં ગતિ ઓછી રહી પરંતુ ધીમે ધીમે ઉત્તર તરફની ગરમ હવા અને પાણીની લહેરો તરફ કૂચ કરવાની શરુઆત થઇ હતી.

આ હિમખંડ એન્ટાર્કટિકામાં બરફના ટુકડા વહેતા રહે છે તે રસ્તા પર પસાર થવા આવી રહયો છે. હાલમાં હિમખંડ વિષુવવૃત રેખાની ઉત્તરમાં ૬૦ ડિગ્રી સમાંતર અંતરે તરી રહયો છે. આ વિસ્તાર સાઉથ ઓકર્ને આઇલેન્ડની નજીક એન્ટાર્કટિકાની નજીક એન્ટાર્કટિકા પ્રાયદ્વીપની ઉત્તર પૂર્વી છેડાથી ૭૦૦ કિમી દૂર છે. આસપાસથી પસાર થતા જહાજો અને સેટેલાઇટથી લેવામાં આવેલી તસ્વીર અનુસાર હિમખંડ સતત પીગળી રહયો છે.

દરરોજ હિમખંડના ટુકડા તુટીને દરિયામાં પડી રહયા છે. આવનારા સમયમાં દરિયામાં ઉદ્ભવતા તોફાનો અને પાણી તેનું વહેણ નકકી કરશે. યુરોપિય સ્પેસ એજન્સીની જાણકારી મુજબ આ હિમખંડની ઉંચાઇ ૯૨૦ ફૂટ જેટલી છે. પિગળતું પાણી હિમખંડની ઉપર તરવા લાગે છે ત્યાર પછી તિરાડો મળે ત્યાંથી તે અંદર દાખલ થઇને હિમખંડને તોડે છે. એવું માનવામાં આવે છે કે વર્તમાન વર્ષના અંત સુધીમાં હિમખંડ સંપૂર્ણ પીગળી જશે.