બરડા ડુંગરમાંથી લઇ અવાતો પ૦૦ લીટર દારૂ સાથે ઝડપાયો

બરડા ડુંગરમાંથી લઇ અવાતો પ૦૦ લીટર દારૂ સાથે ઝડપાયો
બરડા ડુંગરમાંથી લઇ અવાતો પ૦૦ લીટર દારૂ સાથે ઝડપાયો

બોલેરો પીકઅપમાં દેશી દારૂનો જથ્‍થો ભરીને, ખંભાળીયા ગંગા-જમના હોટલ, ભાણવડ રોડ બાજુથી પાયલ હોટલ ફાટક ખંભાળીયા તરફ આવે છે. જામનગર રોડ તરફ જાય છે. જે અનુસંધાને વોચમાં રહી (૧) રાજુભાઇ કાનાભાઇ કટારા અને (ર) કારા ઉર્ફે મેરૂ કાનાભાઇ રબારી નાઓ ભાગીદારી કરી, બરંડા ડુંગરમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂના જથ્‍થો બનાવી, તેનું વેચાણ, પરીવહન, ડીલેવરી આપી. આર્થીક લાભ મેળવતા હોય, આ દેશી દારૂનો જથ્‍થો અનિરૂધ્‍ધસિંહ ઉર્ફે અનીયો રહે. કાઠી દેવરીયા ગામ તા. ખંભાળીયા વાળાને આપવા જતા, દેશી દારૂ લીટર-પ૦૦ અને વાહન સાથે મુદામાલ સાથે એક આરોપી દેવાભાઇ ઉર્ફે ભુરી જિવાભાઇ મોરી રબારી ઉ.વ. રપ ધંધો પશુપાલન રહે. હાલ ડોલરગઢ ગામ તા. રાણાવાવ મુળ રહે. હાલ ડોલરગઢ ગામ તા. રાણાવાવ મુળ રહે. ફુલઝર નેશ તા. રાણાવાવને પકડી પાડેલ છે.

આ કાર્યવાહી એલ.સી.બી. દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્‍સ. કે. કે. ગોહીલની રાહબારી હેઠળ પીએસઆઇ બી. એમ. દેવમુરારી, પીએસઆઇ એ. એલ. બારસીયા, પીએસઆઇ એસ. એસ. ચૌહાણ, પીએસઆઇ એસ. વી. કાંબલીયા એએસઆઇ અરજણભાઇ ચંદ્રાવાડીયા, જયદેવસિંહ જાડેજા, અરજણભાઇ મારૂ, વિપુલભાઇ ડાંગર તથા હે.કો. ગોવીંદભાઇ કરમુર, નિલેષભાઇ કારેણા, પો.કો. સચિનભાઇ નકુમ, કિરપાલસિંહ ચૌહાણ, ડ્રા. એએસઆઇ નરસીભાઇ સોનગરા, ડ્રા. હે.કો. વિશ્‍વદીપસિંહ જાડેજા નાઓ દ્વારા કરવામાં આવેલ.