બનેવીએ ૧૨ વર્ષની સાળી પર નજર બગાડી

બનેવીએ ૧૨ વર્ષની સાળી પર નજર બગાડી
બનેવીએ ૧૨ વર્ષની સાળી પર નજર બગાડી

શહેરમાં બાળાની પજવણીનો વધુ એક બનાવ બન્‍યો છે. ગોંડલ રોડ વિસ્‍તારમાં રહેતાં એક શખ્‍સે પોતાની ૧૨ વર્ષની સાળી પર નજર બગાડી તેણી સાથે બદકામ કરવાના ઇરાદે ફોનમાં મેસેજ કરી વાતચીત કરી બિભત્‍સ માંગણી કરતાં ચકચાર જાગી છે.

આ બનાવની વિગતો મહિલા પોલીસ સ્‍ટેશન સુધી પહોંચતા પોલીસે ભોગ બનેલી ૧૨ વર્ષની બાળાના ભાઇની ફરિયાદ પરથી તેના બનેવી વિરૂધ્‍ધ આઇપીસી ૩૫૪ (એ-૧,૨,૩) તથા પોક્‍સો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. ફરિયાદીએ જણાવ્‍યું હતું કે તેની બાર વર્ષની બહેનને આરોપી બનેવીએ માર્ચ મહિનાની પહેલી તારીખથી માંડી એપ્રિલની ચોવીસમી તારીખ સુધીમાં બદકામ કરવાના ઇરાદે ફોનથી મેસેજ કરી, વાતો કરી તેમજ બિભત્‍સ માંગણી કરી હતી.

મહિલા પોલીસ સ્‍ટેશનના પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં પીએસઆઇ એફ. બી. ગગનીયાએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.