ફોન પર વાત કરતી પત્નીને આપી ક્રૂર સજા : પતિએ હાથ કાપી નાખ્યો

ફોન પર વાત કરતી પત્નીને આપી ક્રૂર સજા : પતિએ હાથ કાપી નાખ્યો
ફોન પર વાત કરતી પત્નીને આપી ક્રૂર સજા : પતિએ હાથ કાપી નાખ્યો

પતિ અને પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડાઓની વાત અવારનવાર સામે આવતી હોય છે. પરંતુ મધ્યપ્રદેશમાં એક પતિ પોતાની પત્નીને ફોન પર વાત કરતા જોઈને એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે ઘરમાં સૂઈ રહલી પત્નીનો હાથ કુહાડીથી કાપી નાખ્યો.

એટલું જ નહીં તે પત્નીનો કપાયેલો હાથ પણ લઈને ભાગી ગયો. જે બાદ પોલીસ મહિલાનો કપાયેલો હાથ અને ફરાર પતિને શોધવા લાગી હતી. આ મામલો મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાનો છે.

જ્યાં શહેરથી લગભગ 2 કિલોમીટર દૂર બરખેડી ગામમાં રહેતી મિથિલેશ પતિ કમલ અહિરવારની સાથે બુધવારની રાત્રે પોતાના ઘરમાં સૂતી હતી. ત્યારે તેના પતિએ કુહાડીથી તેનો હાથ કાપી નાખ્યો અને મહિલાનો કપાયેલો હાથ લઈને ભાગી ગયો.