પ્રોવિડન્ટ ફંડ માટે વેતન મર્યાદા

પ્રોવિડન્ટ ફંડ માટે વેતન મર્યાદા
પ્રોવિડન્ટ ફંડ માટે વેતન મર્યાદા

 દેશમાં આગામી સમયમાં સંગઠીત અને બિન સંગઠીત ક્ષેત્રના કામદારો અને કર્મચારીઓ માટે આશિર્વાદ રૂપ પ્રોવિડન્ટ ફંડમાં હાલ જે રૂા.15000ની પગાર મર્યાદા છે તે વધારીને રૂા.21000 કરવા મોદી સરકાર વિચારણા કરી રહી છે.

છેલ્લે 2014માં આ સીમા રૂા.6500થી વધારીને રૂા.15000 કરવામાં આવી હતી. જયારે કર્મચારી વિમા યોજના જેને ઈએસઆઈસી તરીકે ઓળખવામાં આવે છે તેના લાભાર્થી બનવા માટે વેતન મર્યાદા રૂા.21000 છેક 2017માં કરવામાં આવી હતી. 1952માં કર્મચારીઓને નિવૃતિ પછી આર્થિક-સામાજીક સુરક્ષા તરીકે આ યોજનાનો અમલ શરુ કરાયો હતો.

જેમ જેમ પગાર ધોરણો ઉંચા જતા ગયા તેમ તેમ તેમાં લાભાર્થી તરીકે જોડાવાની સમય સીમા મર્યાદા પણ વધારવામાં આવી હતી. હવે જયારે દેશના મોટાભાગના રાજયો લઘુતમ વેતનધારા અને લઘુતમ મજુરીના દરો પણ રૂા.18000 થી રૂા.25000 જેટલા છે તે સમયે પ્રોવિડન્ટ ફંડ જેવી યોજના રૂા.15000ની મર્યાદા અત્યંત નીચી ગણવામાં આવે છે અને તેથી તેના પર વિચારણા થઈ રહી છે.

એક તરફ નવી પેન્શન યોજના સામે દેશભરમાં વિરોધ છે અને તેમાં સરકાર સુધારા કરવા માટે આગળ વધી રહી છે તે સમયે આ પ્રોવિડન્ટ ફંડ યોજનાના લાભાર્થીની વેતન મર્યાદા વધારવાની વધુ મોટી સંખ્યામાં કર્મચારીઓને તેમાં જોડી શકાશે.