પ્રીતિ ઝિન્ટાના કિંગ્સની આજે કાવ્યા મારનના સનરાઈઝર્સ સામે થશે કસોટી

પ્રીતિ ઝિન્ટાના કિંગ્સની આજે કાવ્યા મારનના સનરાઈઝર્સ સામે થશે કસોટી
પ્રીતિ ઝિન્ટાના કિંગ્સની આજે કાવ્યા મારનના સનરાઈઝર્સ સામે થશે કસોટી

સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારને IPL હરાજીમાં માત્ર 4 ખેલાડીઓ પર 38.55 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જેમાંના મોટે ભાગના ખેલાડીઓ અત્યારે ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેમાં પણ બે ખેલાડીઓ જેમના પર 11.75 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, તે બંને આજે પ્રીતિ ઝિન્ટાની ચહેરાની હસી છીનવી શકે છે. આજે પંજાબના કિંગ્સની હૈદરબાદના બોલરો સામે કસોટી થવાની છે.

IPL 2024ની 23મી મેચ બિઝનેસ ટાયકૂન કાવ્યા મારનની સનરાઈઝર્સ હૈદરાબાદ અને બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સ વચ્ચે રમાવાની છે. અત્યાર સુધી બંને ટીમોનો રેકોર્ડ લગભગ સરખો રહ્યો છે. બંને ટીમોએ 4-4 મેચ રમી છે અને 2 જીતી છે. આ બંને ટીમો વચ્ચેનો તફાવત માત્ર નેટ રન રેટનો છે. જેના કારણે હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે અને પંજાબની ટીમ છઠ્ઠા સ્થાને છે.

પંજાબની ટીમ આ મેચ તેમના હોમ ગ્રાઉન્ડ પર રમશે પરંતુ બંને ટીમોના રેકોર્ડ અને ફોર્મને જોતા હૈદરાબાદ વધુ મજબૂત લાગી રહી છે. ખાસ કરીને અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેન જે ઝડપે બેટિંગ કરી રહ્યા છે તે જોતા એવું લાગે છે કે કાવ્યા મારનના આ બે ખેલાડીઓ તેમની બેટિંગના તોફાનથી પ્રીતિ ઝિન્ટાની ચહેરા પરની હસી ગાયબ કરી દેશે.

સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારને 11.75 કરોડ ચૂકવીને અભિષેક શર્મા (6.5 કરોડ) અને હેનરિક ક્લાસેન (5.25 કરોડ)ને IPLમાં જાળવી રાખ્યા હતા. બંને ખેલાડીઓ હવે તેમની ટીમના ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ રહ્યા છે. અભિષેક શર્માએ પોતાની હિટિંગ પાવરથી બધાને દિવાના બનાવી દીધા છે. અભિષેક શર્માએ છેલ્લી 14 ઈનિંગ્સના 326 બોલમાં 101 બાઉન્ડ્રી ફટકારી છે. એટલે કે 3.23 બોલ પછી (દર ત્રીજા બોલ પર) તે બાઉન્ડ્રી ફટકારે છે. આ સિઝનમાં અભિષેક શર્મા ફૂલ ફોર્મમાં છે અને તેણે 4 મેચમાં 40ની એવરેજ અને 217ના સ્ટ્રાઈક રેટથી 161 રન બનાવ્યા છે.

ક્લાસેનની વાત કરીએ તો તેણે પોતાની બેટિંગથી વિરોધીઓને પરસેવો છોડાવી દીધો છે. ક્લાસેન ડેથ ઓવર્સમાં પ્રીતિ ઝિન્ટાની ટીમ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. IPLમાં તેનો રેકોર્ડ ઘણો સારો છે. ક્લાસેને 21 મેચમાં 44ની એવરેજથી 657 રન બનાવ્યા છે, જેમાં 4 અર્ધસદી અને એક સદી પણ સામેલ છે. ઝડપી રન બનાવવાની સાથે તે ટીમને મિડલ અને ડેથ ઓવરમાં મોમેન્ટમ પણ આપે છે. ક્લાસેને આ સિઝનમાં 4 મેચમાં 88ની પ્રભાવશાળી સરેરાશ અને 203ની ખતરનાક સ્ટ્રાઈક રેટ સાથે 177 રન બનાવ્યા છે. અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેનની તોફાની બેટિંગ હજુ પણ તમામ ટીમો માટે મુશ્કેલીનું કારણ છે.

અત્યાર સુધી, કાવ્યા મારને જે ખેલાડીઓને મોટી રકમ ચૂકવીને ટીમમાં સામેલ કર્યા છે, તે તમામ ખેલાડીઓએ ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે. તેમાં કેપ્ટન પેટ કમિન્સ અને ટ્રેવિસ હેડનો સમાવેશ થાય છે, જેઓ વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા માટે હીરો સાબિત થયા હતા. કમિન્સ અને હેડ આ સિઝનના સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ છે. એક તરફ, હૈદરાબાદે કમિન્સને 20 કરોડ રૂપિયા આપ્યા છે અને બીજી તરફ હેડ માટે 6.8 કરોડ રૂપિયાની બોલી લગાવી છે.

હેડ અત્યાર સુધી ટીમ માટે ઘણો સફળ સાબિત થયો છે. ટીમને ઝડપી શરૂઆત અપાવવામાં તેની મહત્વની ભૂમિકા છે. અત્યાર સુધી તેણે મેચોમાં 180ના સ્ટ્રાઈક રેટથી 112 રન બનાવ્યા છે. બીજી તરફ, કમિન્સે અત્યાર સુધી ખૂબ જ સારી કેપ્ટનશિપ કરી છે. તેની કપ્તાની હેઠળ હૈદરાબાદ નિર્ભય અભિગમ સાથે આગળ વધી રહ્યું છે અને તે bબોલિંગ આક્રમણનું નેતૃત્વ પણ કરે છે. કમિન્સ મિડલ અને ડેથ ઓવરમાં બોલિંગની કમાન સંભાળી રહ્યો છે.

IPLની આ સિઝનમાં હૈદરાબાદની બેટિંગ સૌથી ખતરનાક લાગી રહી છે. આ સિઝનમાં હૈદરાબાદ પાવરપ્લે દરમિયાન સૌથી ઝડપી રન બનાવવામાં બીજા સ્થાને છે. ટીમે આ સિઝનમાં પાવરપ્લેમાં 11.66ની એવરેજથી બેટિંગ કરી છે. ટ્રેવિસ હેડ ટોપ ઓર્ડરમાં ટીમને ઝડપી શરૂઆત આપે છે. તેના પછી અભિષેક શર્મા આવે છે, જે મધ્ય ઓવરોમાં પોતાની તોફાની બેટિંગથી તબાહી મચાવી રહ્યો છે. જ્યારે છેલ્લી ઓવરોમાં હેનરિક ક્લાસને પોતાની ખતરનાક બેટિંગથી તબાહી મચાવી દીધી હતી. અત્યાર સુધી અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલ ડેથ ઓવરોમાં પંજાબ માટે કંઈ ખાસ બતાવી શક્યા નથી. આવી સ્થિતિમાં આજે પ્રીતિ ઝિન્ટાની પંજાબ કિંગ્સના બોલરોની મોટી કસોટી થવાની છે.