પ્રથમ પત્‍નીએ પોતાના પતિની બીજી પત્‍નીના અશ્‍લીલ ફોટા વાયરલ કરતા ચકચાર

પ્રથમ પત્‍નીએ પોતાના પતિની બીજી પત્‍નીના અશ્‍લીલ ફોટા વાયરલ કરતા ચકચાર
પ્રથમ પત્‍નીએ પોતાના પતિની બીજી પત્‍નીના અશ્‍લીલ ફોટા વાયરલ કરતા ચકચાર

સોશ્‍યલ મીડિયા દ્વારા હેટ ક્રાઈમના ગુનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કચ્‍છના માંડવી તા.ના કોડાય ગામની પોલીસ ચોકીમાં નોંધાયેલા ગુનાએ ચકચાર જગાવી છે.  જેમાં બીજી પત્‍નીએ પોતાના પતિની પ્રથમ પત્‍ની સામે અશ્‍લીલ ફોટા વાયરલ કરવાની ફરિયાદ કરી છે. પુત્રના ઇન્‍સ્‍ટાગ્રામ આઈડી ઉપર આ અશ્‍લીલ ફોટા વાયરલ કરાયા છે. આ પૂર્વે વ્‍હોટ્‍સએપ ઉપર વોઇસ મેસેજ મારફતે ગાળો ભાંડી બદનામ કરવાની ધાકધમકી પણ આપી હતી. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.