પોરબંદર તાલુકાકક્ષાએ અધિકારીઓની ઓફિસમાં ગેરહાજરી: અરજદારોને ધકકા

પોરબંદર તાલુકાકક્ષાએ અધિકારીઓની ઓફિસમાં ગેરહાજરી: અરજદારોને ધકકા
પોરબંદર તાલુકાકક્ષાએ અધિકારીઓની ઓફિસમાં ગેરહાજરી: અરજદારોને ધકકા

પોરબંદર જિલ્લામાં એક તરફ લોકશાહીનાં પર્વ ચૂંટણીનો માહોલ છવાયો છે તો બીજી તરફ તાલુકા કક્ષાએ અધિકારીઓ અનિયમિત ગેરહાજર રહેતા ગ્રામીણ અરજદારોનાં કામો ટલ્લે ચડતા રોષની લાગણી ફેલાઈ છે. પોરબંદર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં કચેરીનાં કામકાજ દરમિયાન અધિકારીઓની ખુરશી ખાલી જોવા મળી રહી છે.

પોરબંદર જિલ્લામાં માધવપુર (ઘેડ) મોટુ વસ્તી ધરાવતુ ગામ છે. અવાર નવાર અરજદારોને વિવિધ યોજના અને અન્ય સરકારી કામો માટે અરજદારોને તાલુકા પંચાયત, મામલતદાર, કચેરી સુધી લાબું થવું પડે છે. વાહન ભાડુ ખર્ચી તાલુકા કક્ષાની કચેરીઓમાં જતા અધિકારીઓ હાજર નહી હોવાથી અરજદારોને ધસી ધકકા થઈ રહ્યા છે. ગરીબ અને સામાન્ય વર્ગને ખર્ચ ઉપરાંત એક દિવસનું વેતન-મજુરી પણ ગુમાવવી પડે છે.હાલમાં તાલુકાકક્ષાનાં અધિકારીઓ માત્રને માત્ર ચૂંટણી અને મતદાન જાગૃતિની કામગીરીમાં જોડાતા અરજદારોનાં કામો ટલ્લે ચડયા છે. જેના કારણે મોટી બુમરાણ મચી ગઈ છે.સરકારી કચેરીઓમાં અધિકારીઓ હાજરી આપે તેવી અરજદારોની માંગ ઉઠી છે.