પેટન્ટના મુદ્દે દુનિયા 2 ભાગમાં વહેંચાઈ જશે ?

પેટન્ટના મુદ્દે દુનિયા
પેટન્ટના મુદ્દે દુનિયા

પેટન્ટ હકીકતમાં એક અત્યંત શક્તિશાળી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે

ગત વર્ષે ભારત અને દક્ષિણ આફ્રિકાએ વિશ્ર્વ વ્યાપાર સંગઠનમાં કોવિડ વેક્સિનની પેટન્ટ પર છૂટના સંબંધમાં એક પ્રસ્તાવ રાખ્યો હતો. ઉદ્દેશ હતો કે વેક્સિન અને કોવિડથી જોડાયેલી દવાઓના ઉત્પાદનને ઝડપથી તેજ કરવામાં આવે અને વિકાસશીલ તથા પછાત દેશોને પણ તેમનો અધિકાર આપવામાં આવે. મહિનાઓ સુધી આ પ્રસ્તાવનો વિકસિત દેશો વિરોધ કરી રહૃાા છે. હવે જઇને અમેરિકાએ આ વિશે વાતચીતમાં હા ભરી છે. ગુરૂવારના યૂરોપિયન યૂનિયન અને ન્યૂઝીલેન્ડે કહૃાું કે, તેઓ પણ વાતચીતના પક્ષમાં છે.

પેટન્ટ હકીકતમાં એક અત્યંત શક્તિશાળી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે. આના દ્વારા શોધક (વ્યક્તિ અથવા સંસ્થા)ને પોતાની શોધ પર એક્સક્લૂઝિવ હક મળે છે. આ હક તેને સરકાર આપે છે જે એક સીમિત, પહેલાથી નક્કી સમય માટે હોય છે. પેટન્ટ મળ્યા બાદ પરવાનગી વગર તે શોધની નકલ ના કરી શકે. જો આવું કરવામાં આવે છે તો શોધક દાવો ઠોકી શકે છે. પેટન્ટ હોલ્ડર ઉપરાંત કોઈ બીજું એ ઉત્પાદનને તૈયાર ના કરી શકે.

Subscribe Saurashtra Kranti here

ભારત અને દક્ષિણ આફ્રિકાના પ્રસ્તાવ છે કે ટ્રેડ રિલેટેડ ઑસ્પેક્ટ્સ ઑફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ (TRIPS) એગ્રીમેન્ટની ચાર કલમો અંતર્ગત છૂટ આપવામાં આવે. આમાં પેટન્ટ ઉપરાંત કૉપીરાઇટ અને તેનાથી જોડાયેલા અધિકાર, ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન્સ, અપ્રકાશિત સૂચનાની રક્ષા જેવા મુદ્દા સામેલ છે. સલાહ હતી કે આ છૂટની મર્યાદા નક્કી કરવામાં આવે. જ્યાં સુધી દૃુનિયાભરમાં વેક્સિનેશન શરૂ ના થઈ જાય અને મોટાભાગની વસ્તીને રસી નહીં લાગી જાય, ત્યાં સુધી આ છૂટ રહે. આ છૂટની દર વર્ષે સમીક્ષા પણ કરવામાં આવે.

છૂટ માટે એ તર્ક આપવામાં આવ્યો કે કોવિડને રોકવા માટે આવું કરવું જરૂરી છે. આનાથી વેક્સિન ઉપરાંત અન્ય મેડિકલ પ્રોડક્ટ્સનો સમય રહેતા આખી દૃુનિયાને એક્સેસ મળી શકે. રિસર્ચ, ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચિંરગથી લઇને સપ્લાઈ સુધીને ઝડપી બનાવવામાં આવી શકે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે, વેક્સિનનું ઉત્પાદન સમાન રીતે નથી થઈ રહૃાું અને પેટન્ટમાં છૂટથી વિકાસશીલ અને ગરીબ દેશોને ફાયદો મળશે. દક્ષિણ આફ્રિકાએ WTOમાં કહૃાું કે, વિકસિત દેશોએ એડવાન્સમાં ઑર્ડર આપી દીધા હતા અને સપ્લાય બ્લોક કરીને બેઠા છે. ભારતે પણ કહૃાું કે IPRમાં છૂટથી અનેક પ્રકારના પડકારોથી પાર પડવામાં મદદ મળશે.

Read About Weather here

વેક્સિનના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સમાં છૂટનો પ્રસ્તાવ ભારત અને દક્ષિણ આફ્રિકાએ રાખ્યો હતો. આ પ્રસ્તાવનું કેન્યા, પાકિસ્તાન, બોલીવિયા, વેનેઝુએલા, ઝિમ્બાબ્વે, ઇજિપ્ત, આફ્રિકન ગ્રુપ, LDC ગ્રુપે સમર્થન કર્યું હતુ. અમેરિકા, યૂરોપિયન યૂનિયન, કેનેડા, ન્યૂઝીલેન્ડ આ પ્રસ્તાવ પર વાતચીત કરવા માટે તૈયાર છે. જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, યૂકે, બ્રાઝીલ અને જાપાને આ પગલાનો વિરોધ કર્યો છે. વિરોધ કરનારા દેશોનું કહેવું છે કે આનાથી ભવિષ્યમાં ઇનોવેશન પર અસર પડશે અને આ પગલું ફાર્માસ્યૂટિકલ કંપનીઓના હિતોની વિરુદ્ધ છે. ઉલ્લેખનીય છે કે જો પેટન્ટમાં છૂટ મળે છે તો ભારત સહિત અનેક દેશોમાં ઉત્પાદન વધી શકે છે. જો આયાતની જગ્યાએ ઘરેલૂ ઉત્પાદન થશે તો નિશ્ર્ચિત રીતે રસીના ભાવ ઘટશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here