પુષ્પા 2માં અલ્લુ અર્જુનના સાડી વાળા લુક પાછળની આ છે અસલી કહાની, જાણો ગંગમ્મા જાત્રા અંગે

પુષ્પા 2માં અલ્લુ અર્જુનના સાડી વાળા લુક પાછળની આ છે અસલી કહાની, જાણો ગંગમ્મા જાત્રા અંગે
પુષ્પા 2માં અલ્લુ અર્જુનના સાડી વાળા લુક પાછળની આ છે અસલી કહાની, જાણો ગંગમ્મા જાત્રા અંગે

અલ્લુ અર્જુનની પુષ્પા 2: ધ રૂલ સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. જ્યારે દરેક વ્યક્તિ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે આજે અલ્લુ અર્જુનના બર્થડે પર ફિલ્મનું ટીઝર લોન્ચ થયું છે. જેમાં અભિનેતા સાડી પહેરેલો જોવા મળ્યો હતો અને તેનો ચહેરો વાદળી અને લાલ રંગથી રંગેલો, માથા પર બિંદી, હાથમાં પિસ્તોલ, નખ પર નેઈલપોલિશ, કાનની બુટ્ટી અને નાકમાં નથ, હાથમાં બંગડીઓ, ગળામાં લીંબુનો હાર, સોનાના પરંપરાગત અને ફ્લોરલ જ્વેલરી પહેરેલો જોવા મળે છે. અલ્લુ અર્જુનનો આ સાડીનો લૂક પણ ધાર્મિક પરંપરા સાથે જોડાયેલો છે. તે તિરુપતિના ગંગમ્મા જાત્રા ઉત્સવથી પ્રેરિત છે.

ગંગમ્મા જાત્રા કર્ણાટક અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગોમાં ઉજવવામાં આવતો એક લોકઉત્સવ છે. આ પૂજા સાત દિવસ સુધી ચાલે છે જેમાં દેવીને માંસાહારી ભોજન પણ અર્પણ કરવામાં આવે છે. આ સાત દિવસમાં વચ્ચે બે દિવસ માટે ઝાંકી પણ બહાર પાડવામાં આવે છે. અ દરમિયાન પુરુષો મહિલાઓ જેવો પોષક ધારણ કરીને  મેકઅપ કરીને આ યાત્રામાં ભાગ લે છે. તેથી એવું પણ શક્ય છે કે ‘પુષ્પા 2’ માટે અલ્લુનો લૂક આ ગંગમ્મા જાત્રા પરથી પણ પ્રેરિત હોય શકે છે. એવું પણ બની શકે છે ફિલ્મમાં પણ ‘જાત્રા’ પૂજા બતાવવામાં આવે. 

આ તહેવારની ઉજવણી તમાં થતી પૂજા પાછળનું કારણ વગેરે જેવી બાબતોમાં વિવિધ માન્યતાઓ છે. ગંગમ્મા જાત્રા ચિત્તૂર અને તિરુપતિના વિસ્તારોમાં ઉજવવામાં આવે છે. પરંતુ આ બંને જગ્યાએ તેને ઉજવવાના કારણો અલગ અલગ છે. આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં વર્ષો પહેલા રોગચાળો ફાટી નીકળ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા હતા. તેમજ કોઈને કઈ સૂઝ પડી રહી ન હતી. એવામાં આ ઉપાય એ હતો કે આખા ગામને હળદર અને લીમડાના પાણીથી શુદ્ધ કરવું. જેના માટે ચિત્તૂરમાં જાત્રા નીકળી હતી અને ત્યારથી જ આ પરંપરા ચાલી રહી છે. 

જયારે તિરૂપતિમાં ઉજવાતા આ તહેવાર પાછળની માન્યતા બિલકુલ અલગ જ છે. જેમાં કહેવાય છે કે એક સમયે આ સ્થળ પર પેલેગોન્ડલુ નામના વ્યક્તિનું વર્ચસ્વ હતું. જે ખૂબ જ જુલમી, દુષ્ટ, મહિલાઓ સાથે અપમાનજનક અને દુર્વ્યવહાર કરનાર વ્યક્તિ હતો. તેના આ અત્યાચારથી લોકો ખૂબ જ પરેશાન હતા. આ સમયગાળા દરમિયાન અવિલાલ નામના ગામમાં ગંગામ્મા નામની એક કન્યાનો જન્મ થયો. તે થોડી મોટી થઇ અને પેલેગોન્ડલુએ તેના પર પણ ખરાબ નજર નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેથી દેવીએ બચાવમાં તેના પર હુમલો કર્યો. પરંતુ પેલેગોન્ડલુ ભાગીને જંગલમાં છુપાઈ ગયો. 

આથી તેને જંગલમાંથી બહાર કાઢવા માટે લોકોએ આ પ્રજ્કારની એક યાત્રા કાઢી. તેમાં લોકોએ વિચિત્ર વેશભૂષા ધારણ કરીને આ યાત્રામાં ગંગમ્મા દેવીને બધા કોસતા હતા. અંતે આ યાત્રાના સાતમા દિવસે પેલેગોન્ડલુ જંગલની બહાર આવ્યો અને ગંગામ્મા દેવીએ તેને મારી નાખ્યો. ત્યારથી જ તિરૂપતિમાં ગંગમ્મા જાત્રાની પરંપરા ચાલી રહી છે.