‘પુષ્પા’ ફેમ અલ્લુ અર્જુને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બે દાયકા પૂરા કર્યાં

‘પુષ્પા’ ફેમ અલ્લુ અર્જુને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બે દાયકા પૂરા કર્યાં
‘પુષ્પા’ ફેમ અલ્લુ અર્જુને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બે દાયકા પૂરા કર્યાં

ડાન્સ કિંગ તરીકે ફિલ્મમાં શરૂઆત કરનાર અલ્લુ આજે આઇકોન સ્ટાર

‘પુષ્પા’ ફિલ્મ સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનનો ગઇકાલે જન્મ દિવસ હતો. આ દિવસે તેની આગામી ફિલ્મ ‘પુષ્પા-2’ને  ટિઝર પણ રીલીઝ થયું હતું. આ સાથે અલ્લુ અર્જુન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 21 વર્ષ પુરા કર્યા છે.

ફિલ્મી બેક ગ્રાઉન્ડમાંથી આવવા છતાં પરંપરાગત પથથી દૂર રહીને છેલ્લા બે દાયકામાં અનન્ય ભૂમિકાઓ ભજવીને સફળતા મેળવી છે. અલ્લુની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ડાન્સ કિંગ તરીકે યાત્રા શરુ થઇ હતી. આજે તે એક આઇકોન સ્ટાર બન્યો છે.

‘પુષ્પા’માં તેની શ્રેષ્ઠ અદાકારી માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ અપાવ્યો છે. તેની લોકપ્રિયતાને ધ્યાને લઇને દુબઇમાં મેડમ તુષાદના વેક્સ મ્યુઝિયમમાં તેનું વેક્સનું પૂતળું રાખવામાં આવ્યું છે.

તેની ‘પુષ્પા-2-ધ રૂલ’ની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મના રીલીઝ થયેલા ટીઝરમાં ‘જથારા’ સિક્વન્સમાં તે જોવા મળે છે જે એક સાઉથની પરંપરા છે.