પુષ્પા ટૂ સામે ટક્કર ટાળવા સિંઘમ અગેઈન દિવાળી પર ઠેલાઈ શકે

પુષ્પા ટૂ સામે ટક્કર ટાળવા સિંઘમ અગેઈન દિવાળી પર ઠેલાઈ શકે
પુષ્પા ટૂ સામે ટક્કર ટાળવા સિંઘમ અગેઈન દિવાળી પર ઠેલાઈ શકે

આગામી તા. ૧૫મી ઓગસ્ટે ‘પુષ્પા ધી રુલ’ની સામે ‘સિંઘમ અગેઈન’નો મુકાબલો થવાનો હતો. પરંતુ, હાલમાં ઈદના દિવસે અક્ષય કુમારની ‘બડે મિયાં છોટે મિયાં’ તથા  અજય દેવગણની ‘મૈદાન’ બંને  ફિલ્મોને બોક્સ ઓફિસ પર ટકરાવાનું નુકસાન થયું તેને પગલે હવે રોહિત શેટ્ટીએ ‘સિંઘમ અગેઈન’ની રીલિઝ આગામી દિવાળી પર ઠેલવાનું વિચાર્યું હોવાનું કહેવાય છે. 

રોહિત શેટ્ટીની એક ગણતરી એવી પણ છે કે તેને રીલિઝ માટે બે-ત્રણ મહિનાનો વધુ સમય મળી જાય તો તે વીએફએક્સ તથા બેકગ્રાઉન્ડ સ્કોરને વધારે બહેતર બનાવી શકે. 

અગાઉ રોહિત શેટ્ટીની ટીમ તરફથી દાવો થયો હતો કે તેઓ કોઈપણ સંજોગોમાં ૧૫મી ઓગસ્ટના લોંગ વીક એન્ડનો મોકો ગુમાવશે નહીં. તેમણે કહ્યુ ંહતું કે ભલે ‘પુષ્પા ટૂ’ જેવી ફિલમ સામે આવતી હોય તો પણ ‘સિંઘમ ‘ ફ્રેન્ચાઈઝીનો પણ એક ખાસ ક્રેઝ છે અને તેઓ તેમના ચાહકોને વધારે સમય માટે ફિલ્મ પાછળ ઠેલીને નિરાશ કરવા માગતા નથી. 

પરંતુ અક્ષય અને અજય દેવગણ બોક્સ ઓફિસ પર ટકરાતાં બંને ફિલ્મોને બિઝનેસનું નુકસાન થયું છે. તે પછી ટ્રેડ નિષ્ણાતાના મતે રોહિત શેટ્ટી આ બિનજરુરી ટક્કર ટાળે તે જ બહેતર હશે.