પુષ્પા ટૂમાં બીજા વિલન તરીકે જગપતિ બાબુની એન્ટ્રી

પુષ્પા ટૂમાં બીજા વિલન તરીકે જગપતિ બાબુની એન્ટ્રી
પુષ્પા ટૂમાં બીજા વિલન તરીકે જગપતિ બાબુની એન્ટ્રી

પુષ્પા ટૂ ફિલ્મમાં વધુ એક વિલન તરીકે જગપતિ બાબુની એન્ટ્રી થઈ છે. ખુદ જગપતિ બાબુએ તેને આ રોલ અપાયો હોવાનું કન્ફર્મ કર્યું છે. 

પુષ્પાના પહેલા ભાગમાં અનેક વિલનની ભરમાર હતી પરંતુ તેના એન્ડમાં એ સ્પષ્ટ થઈ ગયું હતું કે ફહાદ ફાસિલ બીજા ભાગમાં મુખ્ય વિલન બનશે. બીજા ભાગમાં ફહાદને વધારે ક્રૂર બતાવાયો છે. જોકે, સાથે સાથે પુષ્પાને વધારે જોરાવર બતાવવા તેને એકથી વધુ વિલનનો મુકાબલો કરતો બતાવાશે. 

જગપતિ બાબુએ  જણાવ્યું હતું કે પુષ્પા ટુમાં હું વિલનનો રોલ કરવાનો છું. ડાયરેકટર સુકુમાર સાથે કામ કરવા માટે હું હંમેશા તૈયાર હોઉં છું. પુષ્પા ટુનો રોલ મારા માટે પડકારજનક છે, અને મને ચેલેન્જ ઉપાડવી ગમે છે. 

તાજેતરમાં રીલીઝ થયેલી સલમાન ખાનની ‘કિસી કા ભાઈ, કિસી કી જાન’મા પણ જગપતિ બાબુએ ભૂમિકા ભજવી છે.