પુત્રને બચાવવા જતાં માતા પર પાંચ શખ્સોનો હુમલો

પુત્રને બચાવવા જતાં માતા પર પાંચ શખ્સોનો હુમલો
પુત્રને બચાવવા જતાં માતા પર પાંચ શખ્સોનો હુમલો

જસદણના વિરનગર ગામમાં અગાઉ થયેલ ઝગડાનો ખાર સંજય સોલંકી પર પાંચ શખ્સોએ હુમલો કરતાં તેની માતા દીકરાને બચવવા વચ્ચે પડતાં પ્રૌઢાને ઈજાઓ પહોંચી હતી. બાદ સારવાર અર્થે જસદણ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

બનાવની વિગત મુજબ જસદણના વીરનગર ગામમાં રહેતાં મંજુબેન પૂંજાભાઈ સોલંકી (ઉ.વ.50) પર તેના જ ગામમાં પાંચ શખ્સોએ હુમલો કરી માર મારી નાસી ગયા હતા. બાદ મંજુબેનને તુરંત વિરનગર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જસદણ ખસેડવામાં આવ્યાં હતાં. બાદ વધુ સારવાર જણાતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

મંજુબેનના દીકરા સંજયને અગાઉ કરણ દાફડા સાથે બોલચાલી થઈ હતી. જેનો ખાર રાખી ગત તા.14/4 ના રોજ બપોરે કરણ દાફડા, સોનુ દાફડા સહીત પાંચ લોકોએ સંજય સોલંકી પર હુમલો કર્યો હતો. જેને બચાવવા તેની માતા વચે પડતાં મંજુબેન ઈજાઓ પહોંચી હતી. બાદ પ્રૌઢાને જસદણ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર હેઠળ છે. બનાવ અંગે આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.