પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા દિક્ષાગ્રહણ સમારોહ યોજાયો

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા દિક્ષાગ્રહણ સમારોહ યોજાયો
પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા દિક્ષાગ્રહણ સમારોહ યોજાયો

જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમ

શિક્ષણના માધ્યમથી સ્વસ્થ, સુરક્ષિત, દીક્ષિત સમાજનું નિર્માણ શકય છે: મંત્રી જીતુભાઈ વાઘાણી

 રાજકોટના અટલબિહારી વાજપેયી ઓડિટોરીયમ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ અંતર્ગત દિક્ષા-ગ્રહણ સમારોહ યોજાયો હતો.

 જેમાં ગુરૂકુળ પરંપરા મુજબ  પ્રોજેક્ટમાં પસંદ થયેલા 19 તેજસ્વી તારલાઓને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાનગી શાળાના સંચાલકો અને શિક્ષકોને ભેટ તથા શાલ આપી નવાજવામાં આવ્યા હતા.

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા દિક્ષાગ્રહણ સમારોહ યોજાયો રૂપાણી

ધો. 10માં ઝળહળતી સફળતા મેળવતાં ટ્રસ્ટના 3 વિદ્યાર્થીઓને ટેબ્લેટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ માત્ર ઔપચારિક કાર્યક્રમ નથી, પરંતુ ગરિમાપૂર્ણ અને સંવેદનાથી ભરપૂર કાર્યક્રમ છે. જેનાથી ફલિત થાય છે કે શિક્ષણના માધ્યમથી સ્વસ્થ સમાજ, સુરક્ષિત સમાજ, દીક્ષિત સમાજનું નિર્માણ શક્ય છે.

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા દિક્ષાગ્રહણ સમારોહ યોજાયો રૂપાણી

શાળાકીય જીવનની શરૂઆતથી જ બાળકોમાં શિક્ષણ પ્રત્યે રૂચિ કેળવવા શાળા પ્રવેશોત્સવ તથા ગુણોત્સવ જેવા સરકારી અભિયાનો કાર્યરત છે.

 ઉપરાંત, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે જાણકારી આપી હતી.

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા દિક્ષાગ્રહણ સમારોહ યોજાયો રૂપાણી

અતિથિ વિશેષ કથાકાર જીગ્નેશભાઈ દાદા અને ઉદ્યોગ અગ્રણ ગોવિંદભાઈ ધોળકિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. કાર્યક્રમનો આરંભ મહાનુભાવો દ્વારા રિમોટ કંટ્રોલ થકી દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો, તેમજ પુષ્પગુચ્છ અને શાલથી અતિથિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા દિક્ષાગ્રહણ સમારોહ યોજાયો રૂપાણી

Read About Weather here

આ તકે પ્રેક્ષકોએ પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના વિવિધ પ્રકલ્પોની શોર્ટ ફિલ્મ નિહાળી હતી. આ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ સાંસદ રમાબેન માવાણી તથા શહેરશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here