શાપર-વેરાવળ પાસે ડમ્પર પાછળ બીજુ ડમ્પર ઘુસી જતા ડ્રાઇવરનું મોત નિપજયું હતું. પ્રાપ્ય વિગતો મુજબ શાપર-વેરાવળ પાસે નેશનલ હાઇવે ઉપર શાપર પુલ ઉતરતા ગોદાવરી ગેઇટની સામે ગઇકાલે ડમ્પર ટ્રક નં. જીજે-૧ર બી. વાય. ૯૩પ૪ ઉભુ હતું ત્યારે પાછળથી આવતુ ડમ્પર ટ્રક નં. જીજે-૦૩-બી.ઝેડ ૭૬૦૬ ઘુસી જતા ડ્રાઇવર રમેશભાઇ સરદારભાઇ પટેલીયા રે. મુળ મિથાલી તા. શહેરા જી. પંચમહાલને ગંભીર ઇજા થતા સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયેલ જયાં તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇ મનીષભાઇએ ડમ્પર ટ્રક ચાલક સામે ફરીયાદ નોંધાવતા શાપર-વેરાવળ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Home Latest