પામ યુનીવર્સ એપાર્ટમેન્ટમાં પાણીની સમસ્યાની રજુઆત કરવા ગયેલ વૃધ્ધ પર બે શખ્સનો હુમલો

પામ યુનીવર્સ એપાર્ટમેન્ટમાં પાણીની સમસ્યાની રજુઆત કરવા ગયેલ વૃધ્ધ પર બે શખ્સનો હુમલો
પામ યુનીવર્સ એપાર્ટમેન્ટમાં પાણીની સમસ્યાની રજુઆત કરવા ગયેલ વૃધ્ધ પર બે શખ્સનો હુમલો

પામ યુનીવર્સ એપાર્ટમેન્ટમાં પાણીની સમસ્યાની રજુઆત કરવાં ગયેલ 69 વર્ષીય પંકજભાઈને પાણીના ફેરા નાંખતો અવિનાશ અને ફ્લેટ ધારક ચંદ્રેશ ઉર્ફે મહાજને મારમારતાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે રૈયારોડ ગંગોત્રી પાર્ક મઈન રોડ પર પામ યુનીવર્સ એપાર્ટમેન્ટ ઈ-502 માં રહેતાં પંકજકુમાર દીનકરરાય શુકલ (ઉ.વ.69) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ચંદ્રેશ રાણપરા ઉર્ફે મહાજન અને અવનીશ રાખોલીયાનું નામ આપતાં યુનિવર્સિટી પોલીસે આઇપીસી 323,325,504,506 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ તેમના પત્ની મધુબેન,પુત્ર નીકુંજભાઈ સાથે રહે છે અને નિવૃત જીવન ગાળે છે. તેમની સોસાયટીમાં સાત વીંગ આવેલ છે અને દરેક વીંગમા પાણી ન આવતુ હોય અને છેલ્લા એક વર્ષથી બહારથી પાણીના ટાકા વહેચાતા મંગાવતા હોય જેથી પાણી બાબતે  બીલ્ડીંગના કમીટી મેમ્બરના સભ્યો સાથે વાત કરેલ હતી કે, સાત વીંગ વચ્ચે છ પાણીના બોર આવેલા છે અને તેમ છતા એક જ બોરમાં પાણી આવે છે. જે બાબતે અગાઉ એક વર્ષ પહેલા મીટીંગ થયેલ હતી તેમ છતા પાણી બાબતના પ્રશ્ર્નનો ઉકેલ આવેલ ન હતો. બાદમાં દસેક દિવસ પહેલા સાતેય બીલ્ડીંગના સભાસદના માણસો બીલ્ડર ખુશી ડેવલોપર્સને આવેદન પત્ર આપેલ હતું.

આવેદન પત્ર આપ્યા બાદ સોસાયટીના પામ યુનીવર્સ વોટસેપ ગૃપમા પૂર્વ મંત્રી સૂર્યકાન્તભાઈનો મેસજ આવેલ કે, દરેક વિંગના સભ્યોએ આપેલ આવેદન પત્રમાં લખેલ પ્રશ્ર્નોના નીરાકણ માટે તા.07/04/2024 ના સાડા બારેક વાગ્યે મિંટીંગ રાખેલ છે જેથી વિંગના સભ્યોએ મીટીંગમા હાજર રહેવુ તેવો મેસેજ આવેલ હતો.

ગઈ તા.07 ના રોજ બપોરના સમયે પામ યુનીવર્સ એપાર્ટમેન્ટની ઓફીસમા પંદરેક સભ્યો હાજર હતા અને બીલ્ડર જે.ડી.કાલરીયા, જયભાઈ ભાલારા સાથે બીલ્ડીંગમાં પાણી ન આવતુ હોય તે બાબતના પ્રશ્ર્નોની ચર્ચા કરતા હતાં. ત્યારે ચંદ્રેશ અમારી વાત સાંભળતા ન હોય જેથી તેને વારા ફરતી રજુઆત કરો અને વચ્ચે ના બોલો તેવુ કહેતાં ત્યારે અવનીશ રાખોલીયા સભાસદના સભ્ય ન હોય તેમ છતા  મીટીંગમાં આવેલા અને પાણી બાબતના પ્રશ્ર્નમા તેઓ બન્ને બોલાચાલી કરી ગાળો બોલવા લાગેલા અને ચન્દ્રેશે ઉશ્કેરાય જઈ ફડાકા ઝીંકી ઢીકાપાટુનો માર મારવા લગેલા અને અવનીશે હાથ પકડી ત્યા પડેલ ટેબલ ઉપર પછાડતા આંગળીમા ફેક્ચર થયું હતું. તેમજ પેન રાખવાના સ્ટેન્ડનો છુટો ઘા કરેલ હતો. દરમિયાન અવનીશ બોલવા લાગેલ કે, આપણા બાલાજી ગૃપના સભ્યોને બોલાવી લાવો આજે તો આને મારી નાખવો છે ? તેવી ધમકી આપી હતી. બાદમાં ઇજાગ્રસ્તને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. 

વધુમાં બનાવના કારણ અંગે ફરિયાદીએ જણાવ્યું હતું કે, પામ યુનીવર્સમાં છેલ્લા એક વર્ષથી પાણીની સમસ્યા હોય અને અવનીશ પાણીના ટાકા બહારથી મંગાવી આપતા અને આ પાણીના ટાકા ના પૈસા પોસાય તેમ ન હોય જેથી વિંગ વાળાએ પાણી બંધ કરાવેલ અને જે બાબતનો ખાર રાખી હુમલો કર્યો હતો.બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.