પાણી, રોડ-રસ્તા અને કચરાની કાયમી સમસ્યાથી રહીશો લાલઘુમ

પાણી, રોડ-રસ્તા અને કચરાની કાયમી સમસ્યાથી રહીશો લાલઘુમ
પાણી, રોડ-રસ્તા અને કચરાની કાયમી સમસ્યાથી રહીશો લાલઘુમ

મોરબીના વીસીપરામાં આવેલ પ્રકાશ પાર્ક સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યા વકરી છે. દરરોજ દિવસને બદલે રાત્રે પાણી વિતરણ થાય છે જેમાં છેલ્લા 10 દિવસથી એક પણ ટીંપુ પાણી ન આપવામાં આવતા લોકો પાણી વિના મુશ્કેલીમાં મૂકાયા છે. લોકોને હાલ ટેન્કર મંગાવીને પાણી મેળવવું પડી રહ્યું છે. ત્યારે આજ રોજ પ્રકાશ પાર્ક સોસાયટીની મહિલાઓએ ખાલી બેડા સાથે એકત્ર થઈને પાણી આપો… પાણી આપો…ના સૂત્રોચ્ચાર કર્યા હતા.

પાણી સમસ્યા અંગે મોરબી અપટેડે પ્રકાશપાર્ક સોસાયટીની મુલાકાત લઈને સ્થાનિકોની સમસ્યાને વાચા આપી હતી. સ્થાનિક મહિલાઓએ મોરબી અપટેડને જણાવ્યું કે, છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યા છે. પાણી આવતું ન હોવાથી મુશ્કેલી પડી રહી છે. પાણી વિના ખૂબ જ પરેશાની છે. આ અંગે નગરપાલિકામાં બે થી ત્રણ વખત જઈને રજૂઆત કરેલી છે પરંતુ અમારી વાત કોઈ સાંભળતું નથી.

સાથે જ પ્રકાશ પાર્ક સોસાયટીમાં રોડ રસ્તાની હાલત પણ ખરાબ હોવાનું અને કચરો પણ કોઈ લેવા ન આવતું હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું. જો તાત્કાલિક પાણી અને રોડની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી.