પરા પીપળીયા ગામ નજીક ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

પરા પીપળીયા ગામ નજીક ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો
પરા પીપળીયા ગામ નજીક ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

કોઈ સાધુનો મૃતદેહ હોવાનું અનુમાન,પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી
રંગીલું રાજકોટ ફરી એક વખત રક્ત રંજીત બન્યું….
મૃતદેહ મળ્યાની જાણ થતા યુનિવર્સીટી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો: માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા
સીસીટીવી ફૂટેજ તપાસી અને લાપતા થયેલા સાધુની નોંધ તપાસી મૃતકની ઓળખ મેળવવા અને હત્યારા સુધી પહોંચવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરાઇ

રંગીલું રાજકોટ ફરી એક વખત રક્ત રંજીત બનતું જોવા મળી રહ્યું છે છેલ્લા એક જ સપ્તાહમાં ચાર ચાર હત્યાની ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી નજર આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

રવિવારની રાત્રે ઇંડા ખાવા બાબતે હત્યાનો બનાવ સામે આવ્યાની 36 કલાકમાં વધુ એક હત્યાનો બનાબી સામે આવ્યો છે. જેમાં પરા પીપળીયા ગામ નજીક ભેદી સંજોગોમાં ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. જ્યાં માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા હતા.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર આજે રાજકોટ જામનગર હાઇવે પર પરાપીપળીયા ગામ નજીક યુનિવર્સીટી પોલીસ સ્ટેશન હદમાં કોઈ અજાણ્યા ઈસમ કોથળામાં પેક કરી સાધુ જેવા દેખાતા પુરુષનો મૃતદેહ ફેંકી ગયા હોવાની જાણ થતા યુનિવર્સીટી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

જે બાદ એસીપી ક્રાઇમ તેમજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સ્થળ પર દોડી ગઇ હતી. જેની તપાસ કરતા કોથળામાં ફેંકી દીધેલ મૃતદેહનું ગળું કાપેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેને લઇ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

રાજકોટ એસીપી ક્રાઇમ ડી.વી.બસિયા એ જણાવ્યું હતું કે, રાજકોટ જામનગર રોડ પર મૃતદેહ મળ્યો છે. માથાના ભાગે પણ ઇજાના નિશાન જોવા મળી રહ્યા છે. હજુ સુધી મૃતકની ઓળખ થવા પામી નથી પરંતુ સાધુ જેવા વેશ જોવા મળી રહ્યો છે જે આધારે આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.

Read About Weather here

પોલીસ દ્વારા હાલ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોર્ટમોર્ટમ કરાવવા ખસેડવામાં આવશે તેમજ આસપાસમાં ઈઈઝટ ફૂટેજ તપાસી અને લાપતા થયેલા સાધુની નોંધ તપાસી મૃતકની ઓળખ મેળવવા અને હત્યારા સુધી પહોંચવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here