પઠાણ ટૂ અને વોર ટૂમાં સલમાનનો કેમિયો નહીં હોય

પઠાણ ટૂ અને વોર ટૂમાં સલમાનનો કેમિયો નહીં હોય
પઠાણ ટૂ અને વોર ટૂમાં સલમાનનો કેમિયો નહીં હોય

યશરાજના સ્પાય યુનિવર્સમાં અનેક પાત્રોને અન્ય ફિલ્મોમાં ક્રોસ ઓવર અપાયાં છે. 

અગાઉ  શાહરુખ અને સલમાન એકબીજાની ફિલ્મોમાં કેમિયો કરી ચૂક્યા છે. 

ચર્ચા મુજબ સલમાન ખાન હવે સ્પાય એજન્ટ તરીકે એટલો પ્રભાવશાળી લાગતો નથી. આ ઉપરાંત પાછલી ફિલ્મોના રેકોર્ડ જોતાં તેની સ્ટાર વેલ્યૂ પણ એવી રહી નથી કે તેના કેમિયોથી ફિલ્મને કોઈ મોટો ફરક પડતો હોય. તેના કારણે સલમાનની બાદબાકી કરી દેવામાં આવી હોય એ શક્ય છે. 

જોકે, ફિલ્મની ટીમ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મ સર્જક સલમાન ખાનનું એકસરખા રોલમાં ઓવરએક્સપોઝર ટાળી રહ્યા છે. 

સલમાન આવા વધારે પડતા કેમિયો કરશે તો તેના મૂળ રોલની મજા નહીં રહે. આ કારણોસર આગામી ફિલ્મોમાં તેના કેમિયો બાકાત કરી દેવામાં આવ્યા છે.