પંડિત દીનદયાળજીએ જીવનભર ઈમાનદારી અને સત્યનિષ્ઠાને પ્રાધાન્ય આપ્યું: મિરાણી

રાજકોટ ભાજપમાં મોવડીઓનાં રોષને નિવારવા પ્રયાસો શરૂ
રાજકોટ ભાજપમાં મોવડીઓનાં રોષને નિવારવા પ્રયાસો શરૂ

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિએ તેમને શત શત વંદન કરતા જણાવ્યું હતું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય  એક પ્રખર વિચારક અને ઉત્કૃષ્ઠ સંગઠનર્ક્તા હતા.

Visit Saurashtra Kranti Homepage here

તેઓ ભારતીય જનસંઘના અધ્યક્ષતા હતા. તેમણે ભારતીય સનાતન વિચારધારાને યુગાનુકૂળ રૂપમાં પ્રસ્તૃત કરીને દેશમાં એકાત્મ માનવવાદ જેવી પ્રગતિશીલ વિચારધારા આપી.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી એક એવા નેતા હતા કે જેણે જીવનભર ઈમાનદારી  અને સત્યનિષ્ઠાને પ્રાધાન્ય આપ્યું. તેઓ ભારતીય જનતા પાર્ટી માટે વૈચારિક અને નૈતિક પ્રેરણાના સ્ત્રોત હતા.

દેશને એકાત્મ માનવવાદનો વિચારએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની શ્રેષ્ઠતમ દેન છે.

ત્યારે અંતમાં કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવેલ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના માર્ગદર્શન અને નેતૃત્વ નીચે શરૂ થયેલ ભારતીય જનસંઘની વિચારધારાએ વર્તમાન સમયમાં દેશના સપૂત અને મજબુત નેતૃત્વ પુરૂ પાડી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા આગળ વધારવામાં આવી રહેલ છે.

Read About Weather here

રાષ્ટ્રીય અધ્યક્ષતા જે.પી. નડૃાજીનું  પણ સતત માર્ગદર્શન મળી રહયું છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here