પંજાબમાં નાઇટ કર્ફ્યુંના સમય મર્યાદામાં… (18)

    Punjab-CM-પંજાબ-શાળા-SCHOOL-COLLAGE-CLOSED
    Punjab-CM-પંજાબ-શાળા-SCHOOL-COLLAGE-CLOSED

    Subscribe Saurashtra Kranti here.

    પંજાબમાં ૧થી ૧૭ માર્ચ સુધીમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ચાર ગણી વધી ગઇ છે

    પંજાબમાં કોરોનાના કેસો વધતાં મુખ્યમંત્રી કેપ્ટન અમિંરદર સિંહે નવ જિલ્લામાં નાઇટ કર્ફ્યુંની જાહેરાત કરી છે. નાઇટ કર્ફ્યું રાત્રે ૯થી સવારના ૫ વાગ્યા સુધી લાગુ રહેશે. સીએમએ કહૃાું કે, નાઇટ કર્ફ્યુંની ગાઇડલાઇન સાંજ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. સાથે જ આ નાઇટ કર્ફ્યું સ્થિતિ પર કાબૂ મેળવવા સુધી રહેશે.

    એક માર્ચે ૫૦૦ નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે ૧૭ માર્ચે ૨૦૪૫ નવા કેસ નોંધાયા હતા. સાથે જ કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા પણ વધી રહી છે. બુધવારે એક દિવસમાં ૩૯ લોકોનાં મોત થયા હતા. છેલ્લા એક મહિનામાં ૩૯૨ લોકોનાં મોત થયા છે.

    પજાબમાં કોરોનાના વધી રહેલાં કેસો અગાઉના રેકોર્ડ તોડી રહૃાાં છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક દિવસમાં ૨૦૬૭ કેસ સામે આવ્યા હતા અને હવે તે આંકડો માર્ચમાં જોવા મળી રહૃાો છે. એક બાજી કોરોનાની વેક્સિન લગાવવામાં આવી રહી છે, તો બીજી બાજુ પંજાબમાં અત્યાર સુધી મૃત્યુ પામનારની સંખ્યા ૬૧૭૨ પર પહોંચી ગઇ છે.

    Read About Weather here

    ફેબ્રુઆરી મહિનામાં પંજાબમાં ૮૭૦૬ કેસ નોંધાયા હતા, જ્યારે માર્ચમાં દર રોજ એક હજાર નવા કેસ સામે આવી રહૃાાં છે. પંજાબમાં ૧૫ ફેબ્રુઆરીથી ૧૫ માર્ચ સુધીમાં ૩૯૨ મોત થયા છે. જે જોતાં મૃત્યુ દર ૪.૫ ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયામાં ૧૯૪ લોકોનાં મોત નિપજ્યાં છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here