પંજશીરનો આકરો પંજો પડતા 300 તાલીબાનીનાં મોત

પંજશીરનો આકરો પંજો પડતા 300 તાલીબાનીનાં મોત
પંજશીરનો આકરો પંજો પડતા 300 તાલીબાનીનાં મોત

અત્યાર સુધી અજેય પંજશીર વિસ્તાર હવે તાલીબાનો સામે યુધ્ધે ચડયો: તાલીબાન સામે લડતની બાગડોર સંભાળતા અહેમદ શાહ મસુદના પુત્ર અહેમદ મસુદ: સેંકડો તાલીબાનીઓ પણ પંજશીર ખીણ ધસી ગયા, ખુંખાર લડાઇનો પ્રારંભ

Visit Saurashtra Kranti Homepage here

અત્યાર સુધી અજય રહેલા અફઘાનિસ્તાનના પંજશીર ખીણ વિસ્તારના લડાકુઓએ આખરે તાલીબાનો સામે મોરચો માંડી દીધો છે અને ખુંખાર યુધ્ધનો પ્રારંભ થઇ ગયો છે. તાલીબાન દળો પર પંજશીરના લડાકુઓએ જોરદાર હુમલો કરી 300 તાલીબાન આતંકીઓને સાફ કરી નાખ્યા હોવાનો દાવો કર્યો છે. કાબુલથી સેંકડો તાલીબાની દળો યુધ્ધ માટે પંજશીર ખીણ ધસી રહયા છે.

આગામી દિવસોમાં પરિસ્થિતિ નવો વળાંક લે તેવી શકયતા છે. અમેરીકાના પ્રમુખ જો બાઇડને અફઘાનિસ્તાનની પરિસ્થિતિ વિસ્ફોટક ગણાવી હતી. બીજી તરફ ભારતીય વાયુ સેનાએ અફઘાનિસ્તાનમાંથી ભારતીય નાગરીકોનું રેસ્કયુ કરવાનું ચાલુ રાખ્યું છે. વધુ 392 ભારતીય નાગરીકોનું હવાઇ દળના ખાસ વિમાનમાં કાબુલથી એરલીફ કરીને નવિ દિલ્હી લાવવામાં આવ્યા છે.

કાબુલ એરપોર્ટ પર હજારો નાગરીકો દેશની બહાર નાસી જવા માટે એકઠા થઇ રહયા હોવાથી ખુબ જ અફરા તફરી સર્જાઇ છે. ગઇકાલે અફઘાનિ નાગરીકો પર તાલીબાનો તાલીબાનીએ ગોળીબાર કરતા 7 અફઘાનિ નાગરીકોના મૃત્યુ થયા હતા. કાબુલ એરપોર્ટ પર ભયાનક દોડધામને અરાજકતા પ્રસરી ગયા છે.

દરમ્યાન દેશ પર કબજો જમાવી દેનાર તાલીબાનો સામે પંજશીર ખીણમાંથી અવાજ ઉઠયો છે. એક સમયે પંજશીર રેલીના સિંહ કહેવાયેલા અહેમદ શાહ મસુદના પુત્ર અહેમદ મસુદે લડાકુઓની ભાગદોડ સંભાળી છે.

9 હજાર લડાકુઓ નેશનલ રેજીસ્ટન્સ ફ્રન્ટમાં જોડાઇ ગયા છે અને તાલીબાનો સાથે પહેલી જ ભયાનક લડાઇમાં 300 તાલીબાનોનો ખાતમો કરી દેવાયાનો મસુદની સેનાએ દાવો કર્યો હતો. અહેમદ મસુદે દેશભરના લડાકુઓ પાસેથી શસ્ત્રો અને અનાજની માંગણી કરી છે.

Read About Weather here

કેમ કે, તાલીબાનોનો સામનો કરી રહેલા લોકો ભુખમરાનો પણ સામનો કરી રહયા છે. પંજશીર ખીણ કયાં સુધી ટકે છે અને યુધ્ધનું શું પરીણામ આવશે એ આગામી દિવસોમાં સ્પષ્ટ બની જશે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here