ખીજડીયાની યુવતિ સાથે ઓડીશાના રોહિતકુમાર ચાંચલ કલ્તાએ ફ્રેન્ડશીપ રાખી મળવાના બહાને અમરેલીમાં આવેલ હોટલ એન્જલમાં લઇ જઇ યુવતિને તેના મોબાઇલમાં અગાઉના ફોટાઓ બતાવી બ્લેકમેઇલ કરી છેડતી કરી બે વખત બળાત્કાર ગુજારી અંગતપળોના વિડિયો ઉતારી લઇ સોશીયલ મીડીયામાં ન્યુડ ફોટાઓ વાયરલ કરી યુવતિ તથા તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ બનાવની તપાસ સીટી પી.આઇ. ડી. કે. વાઘેલા ચલાવી રહ્યા છે.
મોટી કુંકાવાવની યુવતિ ગુમ
મોટી કુંકાવાવ ગામે રહેતી યુવતિ ઘરેથી બ્યુટી પાર્લરના કામે અમરેલી જવાનું જણાવી કયાંક ગુમ થયાનું યુવતિના કાકીએ વડીયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.