નીટ-અન્ડર ગ્રેજયુએટની રવિવારે લેવાયેલી પરિક્ષાનું પેપર ‘લીક’ થયું હતું

નીટ-અન્ડર ગ્રેજયુએટની રવિવારે લેવાયેલી પરિક્ષાનું પેપર ‘લીક’ થયું હતું
નીટ-અન્ડર ગ્રેજયુએટની રવિવારે લેવાયેલી પરિક્ષાનું પેપર ‘લીક’ થયું હતું

 દેશમાં તબીબો માટે લેવાતી નીટની અન્ડર ગ્રેજયુએટ પરિક્ષાના પેપર લીક થયા છે અને બિહારમાંથી આ પેપર લીક થયાની ખાતરી પરથી કેન્દ્રીય એજન્સી સીબીઆઈએ પટણાના ભાસીનગરમાં દરોડા પાડીને આઠ લોકોની પુછપરછ ચાલુ કરી છે. હજુ ગઈકાલે જ આ પેપર લેવાયુ હતું અને જેઓની પુછપરછ ચાલી રહી છે. તેઓએ આ પેપર ખરીદવા હોય તેમ માનવામાં આવે છે.

તેમના મોબાઈલમાંથી પેપરની સ્કેન કોપી મળી છે. આ કોપી દાતાપુરથી મોકલાઈ હોવાનું બહાર આવ્યું છે તથા હાજીપુરમાં પણ એક ડમી ઝડપાયા છે પણ પેપર લીક ફકત પટણા અને આસપાસ મર્યાદીત છે કે વ્યાપક છે તે અંગે પુછપરછ શરૂ થઈ છે. હાલમાં જ આ પ્રકારે પરિક્ષાના પેપર લીક કરનાર સામે આકરી કાર્યવાહી કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી અને તેમાં નીટ જેવી મહત્વપુર્ણ પરિક્ષાના પેપર લીક થતા જબરી સનસનાટી મચી છે.