નાગરિકોને સસ્તી અને ગુણવત્તા ભરી દવાઓ આપવા માંડવિયાની હાકલ

નાગરિકોને સસ્તી અને ગુણવત્તા ભરી દવાઓ આપવા માંડવિયાની હાકલ
નાગરિકોને સસ્તી અને ગુણવત્તા ભરી દવાઓ આપવા માંડવિયાની હાકલ

ગાંધીનગરમાં હોલીસ્ટીક હેલ્થકેર પરિષદમાં કેન્દ્રીય આરોગ્યમંત્રીની હાજરી; દેશનાં દવા ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર ગુજરાત છે: મુખ્યમંત્રી
ગુજરાતમાં બનતી દવાઓ પર લોકોને વધુ ભરોસો; કોરોના કાળમાં તબીબી જગતે માનવ સમાજની ઈશ્ર્વરીય સેવા બજાવી

પ્રિ-વાયબ્રન્ટ સમિટનાં ભાગરૂપે ગાંધીનગરમાં યોજાયેલી પ્રિ-વાયબ્રન્ટ હોલીસ્ટીક હેલ્થકેર સમિટમાં કેન્દ્રનાં આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને સલાહ આપી હતી કે, નાગરિકોને સસ્તી અને ગુણવત્તાલક્ષી દવાઓ પૂરી પાડી દવા ઉત્પાદકોએ સેવાનું માધ્યમ બનવું જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે ગુજરાતમાં ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગની 6 દાયકાની સફળ ગાથાનાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના દવા ઉદ્યોગોનું સેન્ટર પોઈન્ટ ગુજરાત બન્યું છે.

દેશનો 6 ટકા ભૌગોલિક વિસ્તાર ધરાવતું ગુજરાત દેશના દવા ઉત્પાદનમાં 33 ટકા જેટલું યોગદાન આપનારું રાજ્ય બન્યું છે. ગુજરાતમાં ઉત્પાદિત થતી દવાઓ અને ફાર્માક્ષેત્ર પ્રતિ લોકોનો સંપૂર્ણ ભરોસો છે.

આ પ્રસંગે સાથે-સાથે યોજાયેલી થોરાકિક એન્ડોસ્કોપી સોસાયટીની પરિષદમાં બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં સમગ્ર તબીબી જગતે માનવસેવા જગતની ઈશ્ર્વરીય સેવા કરી છે.

કોરોના મહામારીએ છાતી અને ફેફસાને લગતા રોગપ્રતિ સામાન્ય માનવીને પણ જાગૃત કર્યો છે અને પલ્મોનોલોજીસ્ટ શબ્દ આજે ઘરે-ઘરે પહોંચ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, એન્ડોસ્કોપી, બ્રોન્કોસ્કોપી જેવી પધ્ધતિથી છાતી અને ફેફસાનાં રોગોની સારવાર કારગર સાબિત થઇ રહી છે.

Read About Weather here

ત્રણ દિવસની રાષ્ટ્રીય પરિષદમાં મુખ્યમંત્રીનાં હસ્તે બે વરિષ્ઠ તબીબ રાજસ્થાનનાં વિક્રમ જૈન અને લખનૌનાં ડો.રાજેન્દ્ર પ્રસાદને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here