નવી ઇકો કારના હપ્‍તા ભર બંગલામાંથી દાગીના, રોકડ સહિત 6 લાખની ચોરી કરી હતી

નવી ઇકો કારના હપ્‍તા ભર બંગલામાંથી દાગીના, રોકડ સહિત 6 લાખની ચોરી કરી હતી
નવી ઇકો કારના હપ્‍તા ભર બંગલામાંથી દાગીના, રોકડ સહિત 6 લાખની ચોરી કરી હતી

ધંધા માટે લીધેલ કારની લોનના હપ્તા ભરવા રીઢા ચોરે લાખોની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં આ 6 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

સરખેજ પોલીસ કસ્ટડીમાં ઉભેલા રીઢા ચોર જેનું નામ છે અનિલ ઉર્ફે બાલો વાઘેલા અને સુરેશ ઉર્ફે સુકો મકવાણા છે. આ આરોપીઓએ એક અઠવાડિયા પહેલાં બોપલ આંબલી રોડ પર નિવૃત્ત વૃદ્ધ દંપતીના બંધ બંગલામાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત 6 લાખની ચોરી કરી હતી, જે મામલે સરખેજ પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી ચોરીના મુદ્દામાલ સાથે જમાલપુર નજીક પસાર થઈ રહ્યા છે અને ચોરી કરેલ મુદામાલ વેચવા માટે જઈ રહયા છે જે માહિતીના આધારે પોલીસે બે આરોપી અનિલ ઉર્ફે બાલો વાઘેલા અને સુરેશ ઉર્ફે સુકો મકવાણાને ઝડપીને ચોરીનો સોના ચાંદીના દાગીના રોકડ સહિત 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સરખેજ પોલીસની પૂછપરછમાં આ બંને રીઢા ચોરે કબૂલાત કરી છે કે આરોપી અનિલ વાઘેલા અને સુરેશ મકવાણા મૂળ ધોળકાના રહેવાસી છે અને બન્ને મિત્રો છે. આરોપી સુરેશ અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલો છે અને ચોરીના ગુનાનો રીઢો ગુનેગાર છે. બંને ચોરને રૂપિયાની જરૂર હતી. તેમજ તેના મિત્ર અનિલ વાઘેલાએ નવી ઇકો કાર ધંધો કરવા માટે લોન પર લીધી હતી અને લોનના હપ્તા ભરવા માટે તેને પૈસાની જરૂર હતી. જેથી બંન્નેએ અમદાવાદ ચોરી કરવાનું કાવતરું રચ્યું હતું.

ત્રીજી એપ્રિલના રોજ બપોરના સમયે બંને આરોપી ઇકો કાર લઈ ને ચોરી કરવા માટે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવ્યા હતા. બોપલ બ્રિજ નીચે ગાડી પાર્ક કરી ને બન્ને આરોપી બ્રિજ નજીક રેકી કરી હતી જે બાદ એક રાત્રે ઇકો ગાડીમા સૂઈ ગયા હતા અને બાદમાં મોડી રાત્રે બોપલ આંબલી રોડ પાસે એક બંગલા ટાર્ગેટ કર્યો હતો. જેમાં લોખંડ ખાતરીયા સાથે બંગલા પ્રવેશ કર્યો મુખ્ય દરવાજા લોક તોડીને સોના ચાંદી દાગીના અને રોકડની ચોરી કરી ઇકો કારમાં ફરાર થઇ ગયા હતા. એક અઠવાડિયા બાદ ચોરીનો મુદ્દામાલ વેચવા અમદાવાદ આવતા જ પોલીસના હાથે પકડાઈ ગયા છે.

પકડાયેલ આરોપી સુરેશ ઉર્ફે સુકો મકવાણા વિરુદ્ધ અમદાવાદ ભાવનગર વડોદરા અને બોટાદમાં ચોરીના 5 ગુના નોંધાયા છે. જ્યારે આરોપી અનિલ વિરુદ્ધ ભાવનગરમાં પ્રોહિબિશન ગુનો નોંધાયો છે. બન્ને આરોપી અત્યાર સુધી કેટલી ઘરફોડ ચોરીમાં ગુનાને અંજામ આપ્યો છે જે દિશામાં સરખેજ પોલીસે તપાસ શરૂ કરી છે.