નવા બસ સ્ટેન્ડ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા-આગ

 નવા બસ સ્ટેન્ડ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા-આગ
 નવા બસ સ્ટેન્ડ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા-આગ

જસદણમાં જ્યાંથી લોકોની સતત અવરજવર રહે છે અને જ્યાં સતત નાનામોટા વાહનો પડ્યા રહેતા હોય છે તેવા નવા બસસ્ટેન્ડ નજીક સાંજના 6 વાગ્યા આસપાસ પીજીવીસીએલ ના ટીસીમાં પ્રચંડ ધડાકો થયા બાદ અચાનક ભડભડ સળગવા લાગતા આજુબાજુના દુકાનદારો, રાહદારીઓ અને વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જો કે આ આગ લાગવાની ઘટનામાં કોઈ અકસ્માતની કે જાનહાનીની કોઈ જ ઘટના નહીં બનતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. જો કે આગની ઘટના બનતા વીજ પુરવઠો પણ કલાકો સુધી ખોરવાઈ ગયો હતો અને ધંધાર્થીઓને ઉનાળાની ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો.