ધોનીની નેટવર્થ ૧૦૪૦ કરોડ પર પહોંચી

ધોનીની નેટવર્થ ૧૦૪૦ કરોડ પર પહોંચી
ધોનીની નેટવર્થ ૧૦૪૦ કરોડ પર પહોંચી

મહેન્‍દ્ર સિંહ ધોની દેશના સૌથી ધનિક ખેલાડીઓમાં સામેલ છે. હવે તેની નેટવર્થ ૧૦૪૦ કરોડને પાર કરી ગઈ છે. પરંતુ, જો તમે વિચારી રહ્યા હોવ કે તેણે તમામ પૈસા સ્‍પોર્ટ્‍સમાંથી કમાયા છે, તો એવું બિલકુલ નથી. ધોની માત્ર સ્‍પોર્ટ્‍સમાંથી જ નહીં પરંતુ અન્‍ય ઘણા પ્રકારના બિઝનેસમાંથી પણ કમાણી કરે છે. ધોનીના ખેતીના વ્‍યવસાય વિશે તો દરેક જણ જાણે છે, પરંતુ અન્‍ય ઘણા વ્‍યવસાયો છે જેના વિશે ભાગ્‍યે જ લોકો જાણતા હશે. તો આજે અમે તમને જણાવીશું કે ધોની કયા કયા બિઝનેસ કરે છે જેનાથી કરોડો રૂપિયાની કમાણી થાય છે.

લગભગ બધા જાણે છે કે ધોનીએ ખેતીનો વ્‍યવસાય શરૂ કર્યો છે. આ સિવાય તે સેવન નામની કપડાંની બ્રાન્‍ડ ચલાવે છે. એક સ્‍પોર્ટ્‍સ કંપની પણ છે, આ સિવાય તેની પાસે કરોડોની જાહેરાતની ડીલ પણ છે. ધોનીની કમાણી આટલેથી અટકતી નથી, તેણે બીજા ઘણા બિઝનેસ ચલાવ્‍યા છે, જેનાથી તેને દર વર્ષે કરોડો રૂપિયા મળે છે.

મહેન્‍દ્ર સિંહ ધોની પોતાની હોટલ પણ ચલાવે છે. હા, આ કોઈ ૫ સ્‍ટાર હોટલ નથી, પરંતુ દરેક તેમાં રહેવા માટે ઉત્‍સાહિત લાગે છે. આ હોટલ રાંચીમાં આવેલી છે, જે ધોનીનું હોમટાઉન પણ છે. તેનું નામ હોટેલ માહી રેસીડેન્‍સી છે, જે ઘણા ઓનલાઈન પ્‍લેટફોર્મ પર પણ ઉપલબ્‍ધ છે. ઉદાહરણ તરીકે, તમે એરબીએનબી, ઓયો અને મેક માય ટ્રિપ દ્વારા આ હોટેલ બુક કરી શકો છો.

ધોનીએ માઇક્રોસોફ્‌ટના સીઇઓ સત્‍ય નડેલા સાથે મળીને બેંગ્‍લોરમાં એમએસ ધોની ગ્‍લોબલ સ્‍કૂલ ખોલી છે. આ અંગ્રેજી માધ્‍યમની શાળામાં સીબીએસઈ અભ્‍યાસક્રમ મુજબ અભ્‍યાસ કરાવવામાં આવે છે. અહીં નિષ્‍ણાતોની સલાહ અને માર્ગદર્શનના આધારે અભ્‍યાસક્રમ તૈયાર કરવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓને સ્‍પર્ધામાં પાસ થવામાં સરળતા રહે છે.

મહેન્‍દ્ર સિંહ ધોનીએ પણ ઘણી જગ્‍યાએ રોકાણ કર્યું છે. તેમણે ૭ત્‍ઁત્ત્ ગ્‍શ્વફૂરૂતમાં રોકાણ કર્યું છે, જે એક પીણા બ્રાન્‍ડ છે. આ સિવાય તેણે એક ચોકલેટ કંપનીમાં પણ પૈસા રોકયા છે, જે કોપ્‍ટર ૭ નામથી માર્કેટમાં ચોકલેટ વેચે છે. આ ચોકલેટ બ્રાન્‍ડનું નામ ધોનીના પ્રખ્‍યાત હેલિકોપ્‍ટર શોટના નામ પરથી રાખવામાં આવ્‍યું છે. ધોની આ તમામ બિઝનેસમાંથી ઘણી કમાણી કરે છે.