ધક્કો મારી મોતને ઘાટ ઉતારનાર રાજકોટના ગોર મહારાજની ધરપકડ

ધક્કો મારી મોતને ઘાટ ઉતારનાર રાજકોટના ગોર મહારાજની ધરપકડ
ધક્કો મારી મોતને ઘાટ ઉતારનાર રાજકોટના ગોર મહારાજની ધરપકડ

જેતપુરના રબારીકમાં પ્રૌઢને ધક્કો મારી મોતને ઘાટ ઉતારનાર રાજકોટના ગોર મહારાજની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે જેતપુરના રબારીકમાં રહેતાં હિતેશભાઈ રવજીભાઈ રાઠોડ (ઉ.વ.29) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અમૃતલાલ શિવશંકર દવે (રહે.રાજકોટ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ જેતપુરમાં માર્કેટીંગ યાર્ડ પાછળ, બીલીપત્રની બાજુમાં એમ્રોડરીના કારખાનામાં લેબર વર્કનું કામ કરે છે. 

એકાદ મહિના પહેલા તેઓ પરિવારના સભ્યોએ મળી પિતૃકાર્ય કરવાનું નક્કી કરેલ જેમાં તેઓના કાયમીના પુરોહિત અમૃતલાલ દવેને પિતૃકાર્ય માટે ફોન કરતાં તેઓ રૂબરૂ ઘરે  આવેલ હતાં અને તેઓએ પૂજાપાની સામગ્રી સહિત કુલ રૂ.11 હજાર ની વાત કરેલ અને પછી જતા રહેલ હતાં. બાદમાં તેઓને રકમ વધુ લાગેલ જેથી પંદર દિવસ પહેલા  ગામના દર્શનભાઈ ગીરધરભાઇ બ્રાહ્મણને બોલાવેલ હતાં અને તેઓએ પૂજાપા સહિત રૂપીયા 9 હજાર થશે તેમ કહેતાં તેઓએ અમૃત અદાને ના પાડી હતી.

ગઈ તા.04/05 ના સવારે નવેક વાગ્યે તેમના કુટુંબના સભ્યો 45 લોકો મળી હવનની કાર્યવાહી દર્શનભાઈ મહેતા અને જયેશભાઈ પુરોહિત સહિતના બ્રાહ્મણો પાસે ચાલુ હતી દરમિયાન બપોરના સમયે અમૃતઅદા ઘરે આવેલ અને ચાલુ હવને તેમના પિતા રવજીભાઈ રાઠોડ સાથે માથાકૂટ કરી અને કહેવા લાગેલ કે, મને કામ કેમ નથી આપેલ ? તો તેમના પિતાએ અમૃતઅદાને કહેલ કે, તમને તમારી શીખ (દક્ષિણા) આપી દઈશ, તમે માથાકૂટ ઝઘડો કરો નહીં અને મારો પ્રસંગ બગાડોમાં તેમ કહેતાં આરોપી અદાએ કહેલ કે, અહીં મારૂ લોહી રેડાશે તેમ કહી ઝગડો કરતાં તેમના પિતાએ અમૃતઅદાનો હાથ પકડી શાંત કરવા માટે રૂમમાં લઈ જતા હતા ત્યારે ઓસરીમાં પહોંચતા આરોપીએ ફરિયાદીના પિતાને ધક્કો મારતા ઓસરીમાં પાણીયારા નીચે રહેલ ચોકડીની પાળ (સિમેન્ટની કિનારી) કોર ઉપર પડી જતા માથાના પાછળના ભાગે લાગતાં ગંભીર ઈજા પહોંચી હતી. 

બાદમાં તેઓને 108 મારફતે સારવારમાં જેતપુર ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી ઉદ્યોગનગર પોલીસે માનવ સદોષવધની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી અમૃતલાલ અદાની ધરપકડ કરી હતી.