દેશી દારૂના અડ્ડા પર પોલીસનો દરોડો બુટલેગર નાસી ગયો ૧૦ નશાખોર ઝડપાયા

દેશી દારૂના અડ્ડા પર પોલીસનો દરોડો બુટલેગર નાસી ગયો ૧૦ નશાખોર ઝડપાયા
દેશી દારૂના અડ્ડા પર પોલીસનો દરોડો બુટલેગર નાસી ગયો ૧૦ નશાખોર ઝડપાયા

થાનગઢ પંથકમાં અનેક પ્રકારનાં ગે. કા ધંધાઓ ધમધમતા હોવાની બુમરેણ વચ્‍ચે દારૂનાં અડ્ડાઓ ચાલતા હોવાની વાતને એક વાડામાં પોલીસે પાડેલા દરોડામાં ઝડપાયેલ ૧૦ પીધેલીઓ અને ૨૫ લીટલ દેશી દારૂએ પુરવાર કરતા ચૂટણી સમયે કડક કાયદો વ્‍યવસ્‍થા માટે સમય સુચકતા જરુરી હોવાની ચર્ચા ઉઠી છે

થાનગઢ પોલીસ સ્‍ટાફને શહેરમાં પેટ્રોલીંગ દરમ્‍યાન જોગ આશ્રમ પાસે મેલડીમાના ઓટા સામે પ્રકાશભાઈ લાલજીભાઈ સોલંકીના કબ્‍જા ભોગવટાના વાડામા બહારથી માણસો બોલાવી દેશી પીવાની મહેફિલ ચલાવતો હોવાની બાતમી નાં આધારે દરોડો પાડતા નાસભાગ મચી હતી જેમા બુટલેગર નાસી જવામાં સફળ રહ્યો હતો પરંતુ ૧૦ લોકો હાથમાં દેશીની પોટલી સાથે દારૂની મહેફીલ માણતા ઝડપાઇ ગયા હતા.

પકડાયેલ મોટા ભાગનાં પર પ્રાતિય આદિવાસી સમૂદાયનાં લોકો છે જેઓ થાનગઢ આસપાસ ચાલતી ખાણો ઉપરનાં મજુરો હોવાનું કહેવાય છે પોલીસે આ દરોડામાં ૨૫ લીટર દેશી દારૂ તેમજ મોબાઇલ નંગ ૮ મળી કુલ ૩૩.૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ભાગી છુટેલ દેશીનો બુટલેગર તેમજ પીધેલીઓ સામે ધોરણસરનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંત્રે ઉલ્લેખનીય છે કેᅠ થાનગઢ શહેરમાં અનેક વિસ્‍તારોમાં તેમજ આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ દેશી અને અંગ્રેજી દારૂનું દુષણ ફલ્‍યૂ ફાલ્‍યું છે જે કેટલાકની મીઠી નજરે વેચાણ થતું હોવાની પણ ચર્ચા છે સમયાંતરે કેસો કરાય અને બતાવાય છે પરંતુ ચૂટણીનાં માહોલમાં પોલીસ કડક કાર્યવાહી કરે તેમજ જીલ્લા પોલીસ વડા પણ લોકોની ચર્ચાને ગંભીરતાથી લઈ તપાસ કરાવી યોગ્‍ય પગલા ભરે તેવું લોકો ઇચ્‍છી રહ્યા છે.