Subscribe Saurashtra Kranti here.
ડ્રોન્સને નિયંત્રિત કરવા અને મોનિટિંરગની જવાબદારી DGCAની રહેશે
દેશભરમાં ૨૫૦ ગ્રામથી વધારે વજનના ડ્રોન ઉડાડવા માટે લાઈસન્સ અને તાલીમ ફરજીયાત કરવામાં આવ્યા છે. તાલીમ અને લાઈસન્સ વગર ડ્રોન ઉડાડવાના સંજોગોમાં રૂપિયા ૨૫ હજાર સુધીનો દંડ થઈ શકે છે. રિમોટ પાયલટ લાઈસન્સ માટે લઘુત્તમ ૧૮ વર્ષની ઉંમર, ધોરણ દસ સુધીનો અભ્યાસ, તબીબી રીતે ફીટ હોવા ઉપરાંત સરકારી પરીક્ષા પણ પાસ કરવી જરૂરી બનશે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે DRONE તૈયાર કરવા, વેચાણ-ખરીદી, ઓપરેશનને લગતા નિયમોને લગતા નિયમો જાહેર કર્યા છે. આ નિયમોને માનવરહિત વિમાન પ્રણાલી નિયમ,૨૦૨૧ નામ આપવામાં આવ્યું છે. આ નિયમો અંતર્ગત હવે DRONE નિર્માણ, ઓપરેશન, આયાત, નિકાસ, ટ્રાન્સફર અને કારોબાર માટે સરકાર પાસેથી અગાઉથી મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે.
DRONEને નિયંત્રિત કરવા અને મોનિટિંરગની જવાબદારી DGCAની રહેશે. વજનની દ્રષ્ટિએ ડ્રોનને નેનો, માઈક્રો, સ્મોલ, મીડિયમ તથા લાર્જ શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યા છે. નેનો DRONE ઉપરાંત તમામ DRONE ઓપરેટ કરવા માટે મંજૂરી, લાઈસન્સ અને વીમો લેવો જરૂરી બનાવવામાં આવ્યો છે. દેશમાં અગાઉથી રહેલા તમામ DRONEને હવે ઉડાડતા પહેલા નવા માપદૃંડોનું પાલન કરવાનું રહેશે. દૃુર્ઘટનાના સંજોગોમાં મોટર વ્હિકલ અધિનિયમના આધારે નુકસાનની ચુકવણી કરવાના પણ નવા નિયમોમાં જોગવાઈ કરવામાં આવી છે.
નવા નિયમોમાં લાઈસન્સ વગર ડ્રોન ઉડાડવા, હથિયારો અને જોખમી સામગ્રીઓ લઈ જવા, પ્રતિબંધિત વિસ્તારોમાં ઉડાડવા અને ફોટોગ્રાફીને દંડનીય ગુનો બનાવવામાં આવ્યો છે. એરપોર્ટ્સ, સૈન્ય સંસ્થાઓની નજીક તથા આંતરરાષ્ટ્રીય સીમાઓમાં ૨૫ કિલોમીટર સુધી DRONE ઉડાડવાને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. રાજ્યોના સચિવાલયો, વિધાનસભા તથા સંરક્ષણ સંસ્થાઓની નજીક પણ DRONE ઉડાડવાની પરવાનગી નહીં હોય.
Read About Weather here
એરક્રાટની માફક જ હવે DRONEની દરેક ફલાઈટ માટે મંજૂરી મેળવવી જરૂરી છે. આ માટે DGCAને ઓનલાઈન અરજી કરવાની રહેશે. નેનો ઉપરાંત દરેક ડ્રોનની ફલાઈટ માટે ઓનલાઈન પરવાનગી મેળવવી પડસે. નેનો DRONE ઉપરાંત બંધ સંકુલોમાં કોઈ પણ વ્યક્તિ DRONE ઉડાડી શકશે નહીં. માનવ રહિત વિમાનોના રિસર્ચ સાથે જોડાયેલી સંસ્થાઓએ પણ મંજૂરી મેળવવી પડશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here