દુનિયાના શ્રેષ્ઠ એરપોર્ટ-2024નો ખિતાબ મેળવતું દોહાનું એરપોર્ટ

દુનિયાના શ્રેષ્ઠ એરપોર્ટ-2024નો ખિતાબ મેળવતું દોહાનું એરપોર્ટ
દુનિયાના શ્રેષ્ઠ એરપોર્ટ-2024નો ખિતાબ મેળવતું દોહાનું એરપોર્ટ

તાજેતરના વર્ષોમાં ‘વિશ્ર્વના શ્રેષ્ઠ એરપોર્ટ’ તાજ માટેની રેસ બે દેશના એરપોર્ટ માટે હતી જેમાં દોહાનું હમાદ ઇન્ટરનેશનલ અને સિંગાપોર ચાંગી આગળ છે. આ વર્ષે ટાઇટલ બદલાઈ ગયું છે, જેમાં 12 વખતનું વિજેતા સિંગાપોર સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2024માં તેના મધ્ય પૂર્વીય હરીફ દ્વારા ટોચના સ્થાનેથી બહાર થઈ ગયું છે.

એશિયા માટેના મજબૂત પ્રદર્શનમાં, સિઓલ ઇન્ચિઓન ત્રીજું સ્થાન મેળવ્યું જેને 2024 નું સૌથી ફેમીલી ફ્રેન્ડલી એરપોર્ટ પણ નામ આપવામાં આવ્યું છે-જ્યારે ટોક્યોની હેનેડા અને નરિતાની જોડિયા સુવિધાઓ ચોથા અને પાંચમા સ્થાને છે.

મુસાફરોની સંખ્યામાં વધારો થયા પછી હોંગકોંગ એરપોર્ટમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો, 22 સ્થાનોમાંથી 11મા સ્થાને છે. ફરી એકવાર યુએસ એરપોર્ટ્સ ટેબલની ટોચની નજીક ક્યાંય દેખાતા ન હતા, જેમાં સૌથી વધુ ક્રમાંકિત, સિએટલ-ટાકોમા, છ સ્થાને સરકીને 24 પર પહોંચી ગયું હતું.

પેરિસ ચાર્લ્સ ડી ગોલે, મ્યુનિક, ઝયુરિચ અને ઈસ્તાંબુલ તમામ ટોચના 10માં સ્થાન જાળવી રાખવા સાથે યુરોપે મજબૂત પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું. અન્ય એરપોર્ટમાં ન્યૂયોર્કનું JFK  પાંચ સ્થાન ઘટીને 93મા ક્રમે છે; લાગાર્ડિયા 57 થી વધીને 33 પર પહોંચ્યો,     મેલબોર્ન ટોચના ક્રમાંકિત ઓસ્ટ્રેલિયન એરપોર્ટ પર 19મા સ્થાને સ્થિર છે, લંડન હીથ્રો એક સ્થાનની છલાંગ લગાવીને 21માં સ્થાને છે, જ્યારે ગેટવિક સાતથી 48માં સ્થાને છે,

જાપાનના ઓકિનાવા સૌથી મોટી છલાંગ લગાવી છે. જે 199માથી 91મા સ્થાને છે.  કતાર એરવેઝ ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બદર અલ મીરે જણાવ્યું હતું કે, ‘આ વર્ષે HIA તેની કામગીરીના માઇલસ્ટોન 10મા વર્ષની ઉજવણી કરે છે અને અમે ખરેખર ગૌરવ અનુભવીએ છીએ કે મુસાફરોએ અમને ત્રીજી વખત વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટ તરીકે મત આપ્યો છે.’ સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ ગ્રાહક સંતોષ સર્વેક્ષણ દ્વારા નક્કી કરવામાં આવે છે.

ગયા વર્ષના રેન્કિંગની સાથે આ 2024ના વિશ્ર્વના શ્રેષ્ઠ એરપોર્ટ્સ છે
1. દોહા હમદ (2), 2. સિંગાપોર ચાંગી (1), 3. સિઓલ ઇંચિયોન (4), 4. ટોક્યો હાનેડા (3), 5. ટોક્યો નારીતા (9), 6. પેરિસ CDG (5), 7. દુબઈ (17), 8. મ્યુનિક (7), 9. ઝયુરિચ (8),  10. ઈસ્તાંબુલ (6), 11. હોંગકોંગ (33), 12. રોમ ફિયુમિસિનો (13), 13. વિયેના (11), 14. હેલસિંકી-વાંતા (12), 15. મેડ્રિડ-બારાજાસ (10),  16. સેન્ટ્રેર નાગોયા (16), 17. વાનકુવર (20),  18. કંસાઈ (15),  19. મેલબોર્ન (19), 20. કોપનહેગન (14).  (ગયા વર્ષે એટલે કે ર0ર3માં આ એરપોર્ટ કયાં રેન્ક પર હતા તે કૌંસમાં બતાવવામાં આવેલ છે.)

► વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટ-2024નો જેને એવોર્ડ મેળવેલ છે તે મીડલ ઇસ્ટના દોહા એરપોર્ટની તસ્વીર.