દુકાનમાં આવુ લખવું ગેરકાયદેસર…!

દુકાનમાં આવુ લખવું ગેરકાયદેસર...!
દુકાનમાં આવુ લખવું ગેરકાયદેસર...!

‘એક વાર સામાન ખરીદ્યા પછી સામાન પરત લેવામાં નહીં આવે’ તેવી સૂચના કેટલીક દુકાનો પર લાગેલી હોય છે, અને એટલે જ ક્‍યારેક જયારે ગ્રાહકો કોઈ સામાન પરત કરવા જાય છે તો દુકાનદાર સામાન પરત લેવાનો ઇનકાર કરી દે છે. ગ્રાહકને પણ લાગે છે કે કપડાં કે સામાન જોઈ-વિચારીને જ ખરીદવો, નહીં તો સામાન ખરાબ નીકળવા પર આ દુકાનદાર પરત નહીં લે. પરંતુ એવુ નથી હોતું, દુકાનદાર સામાન પરત લેવાની મનાઈ ન કરી શકે. આજે અમે તમને આ ‘નો રિટર્ન પોલીસી’ વિશે માહિતી આપીશું.

તમને જણાવી દઈએ કે દુકાન પર લખવું કે ‘વેચાયેલો સામાન પાછો લેવામાં આવશે નહીં’, એ ખોટું છે. કોઈ પણ દુકાન ખરાબ સામાન પાછો લેવાનો ઇનકાર કરી શકે નહીં. તમને ખરાબ સામાનને પાછો આપવાનો અધિકાર છે. જો તમે કોઈ વસ્‍તુ ખરીદી હોય અને તે ખરાબ નીકળે તો દુકાનદાર પાસે જઈને તમે તે વસ્‍તુનું રિપ્‍લેસ કે રિફંડ કરવા કહી શકો છો. આ તમારો ગ્રાહક તરીકેનો અધિકાર પણ છે. જો કોઈ દુકાનદાર તમને ખરાબ વસ્‍તુને બદલી આપવાનો ઈનકાર કરે કે પછી રિફંડ પણ ન આપે તો તમે તેની વિરૂદ્ધ કન્‍ઝ્‍યૂમર ફોરમમાં ફરિયાદ કરી શકો છો.  કન્‍ઝ્‍યૂમર પ્રોટેક્‍શન એક્‍ટ હેઠળ જો કોઈ પણ સામાન ખરાબ નીકળે તો તેને ૧૫ દિવસમાં પરત કરી શકાય છે. ગ્રાહકને ખરાબ વસ્‍તુને બદલે રિફંડ માંગવાનો કે વસ્‍તુ રિપ્‍લેસ કરવાનો અધિકાર છે. જો તમારો સામાન ખરાબ નીકળે અને તેને દુકાનદાર પરત લેવાનો ઈનકાર કરે તો ૧૮૦૦૧૧૪૦૦૦ નંબર પર ફરિયાદ કરી શકાય છે, જેમાં તમારે દુકાનનું એડ્રેસ, તમે ખરીદેલી વસ્‍તુ સહિતની જાણકારી આપવાની હોય છે.