દુકાનના કાઉન્‍ટર પરથી વિદ્યાર્થીના મોબાઇલ ફોનની ચોરી

દુકાનના કાઉન્‍ટર પરથી વિદ્યાર્થીના મોબાઇલ ફોનની ચોરી
દુકાનના કાઉન્‍ટર પરથી વિદ્યાર્થીના મોબાઇલ ફોનની ચોરી

માંગરોળમા ઝેરોક્ષની દુકાનનાં કાઉન્‍ટર પરથી વિદ્યાર્થીનો ૨૫,૦૦૦નો મોબાઈલ ચોરાઇ ગયો હોવાની પોલીસમાં રાવ થઈ હતી.ᅠ

માંગરોળમાં વરામબાગ રોડ વિસ્‍તારમાં રહેતો વિદ્યાર્થી હસન હનીફભાઈ જાગા ૧૮ એપ્રિલના રોજ ભરતી ફોર્મ ભરવા માટે નોન ક્રિમિલિયર સર્ટીફીકેટ કઢાવવું જરૂરી હોય જેથી સોગંદનામુ કરાવવા માટે માંગરોળમાં સેક્રેટરીયેટ રોડ પર આવેલ ઝેરોક્ષ ફોટોગ્રાફર નામની દુકાને ગયો હતો.

ત્‍યારે તેની નજર ચૂકવી દુકાનના કાઉન્‍ટર પરથી અજાણ્‍યો શખ્‍સ રૂપિયા ૨૫, ૦૫૮નીકિંમતનો મોબાઈલ ફોન ચોરીને નાસી ગયો હોવાની ઓનલાઈન થયેલી ફરિયાદના આધારે માંગરોળ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

સર્પદંશથી લોએજ ગામના વૃદ્ધાનું મૃત્‍યુ

માંગરોળ તાલુકાના લોએજ ગામે રહેતા જાનીબેન રામભાઈ નંદાણીયા ઉ. વ. ૬૦ નામના વૃદ્ધાને ૨૪ એપ્રિલના રોજ બપોરે તેમાં ઘરે ઢોરના ચારામાંથી સાપ કરડતા કેશોદની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. જયાં સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પોલીસે મૃતકના સંબંધીનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.