દીવમાં સોની પરિવારે લીધેલી તસવીર જીવનની છેલ્લી તસવીર બની ગઈ: ૪ મૃતકોની આજે અંતિમ વિધિ

દીવમાં સોની પરિવારે લીધેલી તસવીર જીવનની છેલ્લી તસવીર બની ગઈ: ૪ મૃતકોની આજે અંતિમ વિધિ
દીવમાં સોની પરિવારે લીધેલી તસવીર જીવનની છેલ્લી તસવીર બની ગઈ: ૪ મૃતકોની આજે અંતિમ વિધિ

વર્ષોથી મૂળ ટ્રાવેલ્સનો જ ધંધો કરતાં દિનેશભાઈ સુરેન્દ્ર સોનીને કલ્પના પણ નહીં હોય કે તેમના અને તેમના ભાઈના પરિવાર માટે દીવ ફરવા જવાની આ સફર જીવનમાં વજ્રઘાત સમી બની જશે. એક સાથે ચાર ચાર જણના મોતથી પરિવારનો માળો વિંખાઈ જશે. ગઈકાલે દીવ સોમનાથ ફરીને પરત ફરી રહેલ માધાપર ભુજના સોની પરિવાર ને ભુજ નજીક જ નડેલા અકસ્માતમાં ૪ જણના અરેરાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે પરિવારની ૭ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી. આજે માધાપર ગામે તેમની અંતિમ વિધિ દરમ્યાન લોકોના હ્રદય દ્રવી ઉઠયા હતા. એક સાથે ચાર ચાર અર્થીઓ ઉઠી હતી. સમગ્ર કચ્છમાં ગમગીનીનો માહોલ સર્જનાર અકસ્માતના આ બનાવ બાદ સોશ્યલ મીડિયામાં સોની પરિવારે મોકલેલ દીવની આ અંતિમ તસ્વીરે સૌને રડાવી મૂક્યા હતા. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે? અકસ્માતનું કારણ રસ્તા ઉપર કૂતરું આવી જતાં તેને બચાવવા જતાં ચાલક દિનેશભાઈ સુરેન્દ્ર સોનીએ સ્ટિયરિંગ ઉપર કાબૂ ગુમાવ્યો અને ટ્રેક્સ પુલિયામાં ભટકાઈ. આ અકસ્માતમાં બે સગા ભાઈઓ ના પરિવારનો માળો વિંખાયો હતો.