દિવ્યાંગો માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે ભાસ્કરભાઈ પારેખ દ્વારા નિ:શુલ્ક માર્ગદર્શન અપાશે

દિવ્યાંગો માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે ભાસ્કરભાઈ પારેખ દ્વારા નિ:શુલ્ક માર્ગદર્શન અપાશે
દિવ્યાંગો માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે ભાસ્કરભાઈ પારેખ દ્વારા નિ:શુલ્ક માર્ગદર્શન અપાશે

દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની એનકવિધ યોજનાઓ જેવી કે પેન્શન, બસ પાસ, નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટિફિકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોની લગતી સરકારી તમામ યોજનાઓ કાર્યરત હોય છે. મોટાભાગના દિવ્યાંગો સરકારની મળવાપાત્ર યોજનાઓનો લાભ લઇ શકતા નથી અને હેરાન થતા હોય છે.

આથી દિવ્યાંગો માટે સતત કાર્યરત, સિનિયર સિટીઝન અને ભુતપુર્વ ગર્વમેન્ટ અધિકારી તેમજ દિવ્યાંગ બાળકો માટેની ’પ્રયાસ’ સ્કૂલના સેક્રેટરી ભાસ્કરભાઈ પારેખ દ્વારા દિવ્યાંગો માટે ’નિ:શુલ્ક માર્ગદર્શન કેન્દ્ર’ છેલ્લા 17 વર્ષથી ચાલી રહ્યું છે. હવેથી ભાસ્કરભાઈ દર મંગળવારે સવારે 9:30 થી બપોરે 12:30 દરમિયાન જનપથ, 2-તપોવન સોસાયટીનો ખૂણો, સરાઝા બેકરી પાસે, હોલીડે પ્લાઝા બીલ્ડીંગની સામે, અક્ષર માર્ગ મેઈન રોડ, દર સોમ અને બુધવારે રામકૃષ્ણ આશ્રમ, ડો. યાજ્ઞીક રોડ, રૂમ નં. 203, દર ગુરૂ અને શનિવારે પ્રયાસ પેરેન્ટસ એસોસીએશન ફોર સ્પેશિયલ ચાઇલ્ડ સ્કૂલ, સ્કૂલ નં. 69, અંબાજી કડવા પ્લોટ-2, ધોળકીયા સ્કૂલ પાસે તેમજ દર શુક્રવારે સિવિલ હોસ્પિટલ, રૂમ નં. 23, રાજકોટ ખાતે ભાસ્કરભાઈ પારેખ દિવ્યાંગો તથા તેમના વાલીઓને મળી રૂબરૂ, નિ:શુલ્ક માર્ગદર્શન આપશે.